બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / જસદણની આલ્ફા નવોદય હોસ્ટેલમાં વિદ્યાર્થિનીના મોતના પડઘા ભાવનગર સુધી, આહિર યુવક મંડળની કડક કાર્યવાહીની માંગ

ગુજરાત / જસદણની આલ્ફા નવોદય હોસ્ટેલમાં વિદ્યાર્થિનીના મોતના પડઘા ભાવનગર સુધી, આહિર યુવક મંડળની કડક કાર્યવાહીની માંગ

Kalpesh Kandoria

Last Updated: 06:57 PM, 3 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસદણ સ્થિત આલ્ફા નવોદય ટ્રેનિંગ સેન્ટર હોસ્ટેલમાં અભ્યાસ કરતી 10 વર્ષીય આયુષી બલદાણીયાના દુઃખદ અવસાનના પડઘા ભાવનગર સુધી પહોંચ્યા છે.

ભાવનગર: જસદણ સ્થિત આલ્ફા નવોદય ટ્રેનિંગ સેન્ટર હોસ્ટેલમાં અભ્યાસ કરતી 10 વર્ષીય આયુષીબેન રમેશભાઈ બલદાણીયાના દુઃખદ અવસાન બાદ સમગ્ર આહીર સમાજમાં શોક અને રોષની લાગણી જોવા મળી રહી છે. ઘટનાના પડઘા હવે ભાવનગર સુધી પહોંચ્યા છે. આહિર યુવક મંડળ ભાવનગર દ્વારા જિલ્લા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય, નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

Ayushi Dalsaniya Case

આહિર યુવક મંડળ અને સમાજના આગેવાનો દ્વારા ભાવનગર કલેક્ટર કચેરી ખાતે મૌન રેલી યોજ્યા બાદ જિલ્લા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રજૂઆતમાં જણાવાયું છે કે જો તપાસ દરમિયાન ટ્રસ્ટી, સંચાલક, શિક્ષક અથવા અન્ય કોઈ જવાબદાર વ્યક્તિની બેદરકારી અથવા જવાબદારી સામે આવે તો તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.

રજૂઆતમાં વધુમાં માંગ કરવામાં આવી છે કે જો તપાસમાં સંસ્થાની બેદરકારી સાબિત થાય તો સંસ્થા સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. સાથે જ ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે રાજ્યની તમામ હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, દેખરેખ અને જવાબદારી અંગેના કડક નિયમો અમલમાં મૂકવામાં આવે.

સંકળાયેલા મુદ્દાઓ

Jasdan News Alpha Navodaya Hostel Ayushi Baladaniya
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ