ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / કેમ ફ્લોપ થઈ રહ્યો છે સંજુ સેમસન? ટીમમાંથી પડતો મુકાશેનો ભય કે ટેક્નિકલ ખામી? પૂર્વ સ્ટારે જણાવ્યું

ક્રિકેટ / કેમ ફ્લોપ થઈ રહ્યો છે સંજુ સેમસન? ટીમમાંથી પડતો મુકાશેનો ભય કે ટેક્નિકલ ખામી? પૂર્વ સ્ટારે જણાવ્યું

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:41 PM, 3 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket News: વૈભવ સૂર્યવંશીને ટીમમાં સમાવેશ પર સંજુ સેમસન પર દબાણ વધી રહ્યું છે. અભિષેક, ઇશાન અને સંજુને લઇ સંજુનું સ્થાન જોખમમાં હોવાનું માનવામાં આવે છે, અને તે સતત ફ્લોપ થઇ રહ્યો છે.

ADVERTISEMENT

આઇસીસી વર્લ્ડ કપ પહેલા શુભમન ગિલ જે ભારતીય ટી20 ટીમનો વાઇસ-કેપ્ટન હતો, તે સતત ફ્લોપ પ્રદર્શન કરતો રહ્યો બીજી બાજુ જ્યારે સંજુ સેમસન ડોમેસ્ટિક સર્કિટમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેનાથી ગિલ પર બેવડું દબાણ બન્યું. પસંદગીકારોએ વાઇસ-કેપ્ટનને ટીમમાંથી બહાર કરી દીધો, અને સંજુ પ્લેઇંગ ઇલેવનનો ભાગ બન્યો. લગભગ છ મહિના પછી પાસુ બદલાઇ ગયું છે, અને વૈભવ સૂર્યવંશીએ પ્લેઇંગ ઇલેવનમાં પ્રવેશ કર્યો છે. વૈભવે આઇપીએલમાં વિસ્ફોટક બેટિંગ કરી. આ 15 વર્ષીય સેન્સેશને વિશ્વના શ્રેષ્ઠ બોલરોને પણ છોડ્યા નથી. પસંદગીકારોએ તેને તક આપી, પરંતુ ટીમ મેનેજમેન્ટ હજુ પણ સંજુની પડખે છે. સંજુ સતત ત્રણ મેચમાં ફ્લોપ રહ્યો છે. આઇપીએલની શરૂઆતની મેચોમાં પણ તે ફ્લોપ થયો હતો. સંજુ પર બેવડા દબાણ છે: એક વૈભવનું અને બીજુ ફ્લોપ થવાનું. હવે ઇરફાન પઠાણે આ વિકેટકીપર-બેટ્સમેનની એક અલગ નબળાઈ તરફ ધ્યાન દોર્યું છે.

જીઓસ્ટાર સાથે વાત કરતા પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે કહ્યું કે સંજુ સેમસન ઓફ-સ્ટમ્પની ઠીક બહારની બોલથી પરેશાન થાય છે. ઇરફાને કહ્યું, "તમે બોલને સંજુ સેમસનથી દૂર લઇ જવા માંગો છો. જો તમે બોલને દૂર ન ભલે ના લઇ જાઓ તમે લાઇનને ઓફ-સ્ટમ્પની બહાર રાખવા માંગો છો કારણ કે તેનો બેટ ફેસ બંધ હોય છે. જ્યારે તેનો બેટ ફેસ બંધ હોય છે અને તે ઓફ-સાઇડ પર રમવાનો પ્રયાસ કરે છે, ત્યારે બેટનો ફેસ ઘણીવાર ખુલી જાય છે."

આયર્લેન્ડ સામેની પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં સેમસને આગળ રમવાનો પ્રયાસ કર્યો અને બોલ સ્ટમ્પ પર વાગ્યો. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં તે ઓફ-સ્ટમ્પની બહાર બોલ પર થર્ડ મેનના હાથમાં કેચ થયો હતો. સંજુએ સતત ત્રણ મેચમાં બે આંકડાનો સ્કોર કર્યો નથી. બીજી બાજુ વૈભવ બહાર બેઠો છે. આનાથી ટીમ મેનેજમેન્ટ પર દબાણ વધી રહ્યું છે, પરંતુ અત્યાર સુધી ગંભીર-ઐયરની જોડીએ સંજુમાં પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. પરંતુ આ કેટલો સમય ચાલશે?

ભૂતપૂર્વ ક્રિકેટર સબા કરીમે કહ્યું, "મારા મતે જો આઇપીએલ ઇતિહાસમાં એક સીઝનને વ્યાખ્યાયિત કરવી હોય, કદાચ વિરાટ કોહલીની સીઝન પછી જ્યારે તેણે આટલા બધા રન બનાવ્યા હતા, તો તે વૈભવ સૂર્યવંશીનું આઇપીએલ 2026 છે. તેણે ટોપ-ક્વોલિટી બોલર્સ સામે, ભલે ઇન્ડિયન કંડીશનમાં જે રીતનું પરફોર્મસ કર્યુ તે ટોપ-નોચ રહ્યુ છે.

VTV ADD

આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / અભિષેક શર્માએ રચ્યો નવો ઇતિહાસ: T20I ક્રિકેટમાં ફટકાર્યો સિક્સરનો ‘મહારેકોર્ડ’

સબા કરીમે કહ્યું, "મને તેની મોટા રન બનાવવાની ક્ષમતા પર પૂરો વિશ્વાસ છે. ફક્ત ભારતીય ચાહકો જ નહીં, પરંતુ આખી દુનિયા વૈભવ સૂર્યવંશીને આઇપીએલમાં જે રીતે રમતા જોયો તેની રાહ જોઈ રહી છે. મને આ યુવાન છોકરા પાસેથી ઘણી આશાઓ છે. ખૂબ જ ટૂંક સમયમાં, આપણે તેને ત્રણેય ફોર્મેટમાં જોઈશું. મને આ વાતનો પુરો વિશ્વાસ છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Irfan Pathan Vaibhav Suryavanshi Sanju Samson

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ