ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / અભિષેક શર્માએ રચ્યો નવો ઇતિહાસ: T20I ક્રિકેટમાં ફટકાર્યો સિક્સરનો ‘મહારેકોર્ડ’
Last Updated: 11:46 PM, 1 July 2026
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક ઓપનર બેટ્સમેન અભિષેક શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક બહુ મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ઇંગ્લેન્ડ સામેની T20I સીરીઝના પ્રથમ મુકાબલામાં અભિષેક શર્માએ ઇંગ્લિશ બોલરોની જોરદાર ધુલાઈ કરી હતી. ચેસ્ટર-લે-સ્ટ્રીટના રિવરસાઇડ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી આ મેચમાં અભિષેકે માત્ર 20 બોલમાં 6 ચોગ્ગા અને 3 સિક્સરની મદદથી પોતાની તોફાની ફિફ્ટી પૂરી કરી હતી. અભિષેકના T20I ઇન્ટરનેશનલ કરિયરની આ 11મી ફિફ્ટી હતી. તેણે આ મેચમાં કુલ 24 બોલનો સામનો કરીને 59 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી, જેમાં 6 ચોગ્ગા અને 4 સિક્સર સામેલ હતા. આ આક્રમક ઇનિંગ્સ બાદ તે સેમ કરનની બોલિંગમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો.
ADVERTISEMENT
Milestone unlocked 🔓
— BCCI (@BCCI) July 1, 2026
1️⃣0️⃣0️⃣ T20I sixes and counting for the power-packed Abhishek Sharma 👏
Updates ▶️ https://t.co/occSMon7Q9#TeamIndia | #ENGvIND | @OfficialAbhi04 pic.twitter.com/lAohcmYvOG
ADVERTISEMENT
આ વિસ્ફોટક ઇનિંગ્સ દરમિયાન અભિષેક શર્માએ T20I ક્રિકેટમાં એક અદ્ભુત સિદ્ધિ મેળવી છે. તે વિશ્વમાં સૌથી ઓછા બોલ રમીને 100 આંતરરાષ્ટ્રીય સિક્સર પૂરી કરનારો બેટ્સમેન બની ગયો છે. ડાબોડી બેટ્સમેન અભિષેકે માત્ર 785 બોલમાં 100 સિક્સરનો આંકડો સ્પર્શી લીધો છે. આ મામલે તેણે વેસ્ટ ઈન્ડિઝના ધાકડ બેટ્સમેન એવિન લુઈસનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેણે આ સિદ્ધિ માટે 789 બોલ લીધા હતા. આ યાદીમાં ન્યૂઝીલેન્ડનો ફિન એલન (871 બોલ), ઓસ્ટ્રેલિયાનો ટિમ ડેવિડ (931 બોલ), ન્યૂઝીલેન્ડનો કોલિન મુનરો (963 બોલ) અને ભારતનો સૂર્યકુમાર યાદવ (1,007 બોલ) અભિષેક કરતા ઘણા પાછળ રહી ગયા છે.

ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ન બોલનાર લૂંટારુ ચોકલેટથી બોલ્યો! રાજવી પરિવાર લૂંટ કેસમાં ચોંકાવનારો ખુલાસો
ADVERTISEMENT
અભિષેક શર્મા ભારતનો માત્ર 5મો એવો બેટ્સમેન બની ગયો છે જેણે T20I ક્રિકેટમાં 100 કે તેથી વધુ સિક્સર ફટકારી હોય. ભારતીય બેટ્સમેનોમાં અભિષેક અગાઉ રોહિત શર્મા (205 સિક્સર), સૂર્યકુમાર યાદવ (179 સિક્સર), હાર્દિક પંડ્યા (126 સિક્સર) અને વિરાટ કોહલીએ (124 સિક્સર) આ સિદ્ધિ મેળવી છે. માત્ર 785 બોલમાં 100 સિક્સર પૂરી કરવી એ સાબિત કરે છે કે અભિષેક માત્ર ઝડપી રન જ નથી બનાવતો પરંતુ વિરોધી બોલરો પર સતત દબાણ જાળવી રાખે છે. જો તેનો આ જ અંદાજ આગામી સમયમાં પણ ચાલુ રહેશે તો તે T20I માં ભારતનો સૌથી મોટો મેચ વિનર સાબિત થઈ શકે છે અને રોહિત શર્માના સૌથી વધુ સિક્સરના રેકોર્ડને પણ પડકારી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ