ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ન બોલનાર લૂંટારુ ચોકલેટથી બોલ્યો! રાજવી પરિવાર લૂંટ કેસમાં ચોંકાવનારો ખુલાસો
Last Updated: 07:34 PM, 1 July 2026
ADVERTISEMENT
રાજકોટ જિલ્લાના શાપરના જુના રાજવી પરિવારના જિતેન્દ્રસિંહ જાડેજાને ત્યાં થયેલ 2.49 કરોડ રૂપિયાની લૂંટ કેસમાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલી 3 આરોપીની ધરપકડ કરી 76.86 લાખનો મુદામાલ કબ્જે કરી તેમના પાંચ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ રીઢા ગુનેગાર હોવાથી પોલીસ માટે આ ગુનાનો ભેદ ઉકેલવો પડકાર બની ગયો હતો.
ADVERTISEMENT

આરોપીઓ ઘરે કુકડા રાખતા હતા
ADVERTISEMENT
તેમાં પણ મધ્યપ્રદેશમાં પહાડી અને જંગલ જેવા વિસ્તારમાં આરોપીઓનું રહેઠાણ હોવાથી પોલીસ માટે પડકાર બન્યો હતો. એટલું જ નહિ પરંતુ આરોપીઓના ગામમાં મોટાભાગના લોકો પોતાના ઘરમાં પાલતુ કુકડા રાખતા હતા. જે અજાણ્યા કોઈ વ્યક્તિ જોઈએ એકસાથે અવાજ કરી દેતા આરોપીઓ સતર્ક થઇ જતા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ આખા કેસમાં એક ચોકલેટનો પણ ચમત્કાર સામે આવ્યો છે જેમાં આરોપીને ચોકલેટ પસંદ હોવાથી કેડબરી ખવડાવી પોલીસે આખી લૂંટની માહિતી ઓકાવી લીધી હતી.

ADVERTISEMENT
રાજવી પરિવારને બંધક બનાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, ગત 19 અને 20 જૂન 2026ના રોજ રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટની ઘટના બની હતી. આ લૂંટની ઘટના જુના રાજવી પરિવારના સભ્ય જીતેન્દ્રસિંહ જાડેજાને ત્યાં બની હતી જેમાં લૂંટારુઓએ જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવી બાદમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો જેમાં 2.47 કરોડ રોકડ સહીત સોના ચાંદીના ઘરેણાં અને એક લાયસનસ વાળી બાર બોરની રાયફલ લૂંટી લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતા રેન્જ IG, રાજકોટ જિલ્લા પોલીસ વડા, DYSP તેમજ શાપર વેરાવળ અને LCB તેમજ SOG ટિમ સ્થળ પર પહોંચી FSL, ડોગ સ્ક્વોડ, અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદ લઇ તપાસ શરૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
પોલીસ દ્વારા કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી
ADVERTISEMENT
લૂંટ કેસમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં મધ્યપ્રદેશ જાંબુવાના બનસીંગ ઉર્ફે બન્ના હેમરાજ સિંગાડ, દાહોદ ગરબાડાના સેતાન દીવાન અમલિયાર અને દિનેશ સેતાન પરમારનો સમાવેશ થાય છે. જે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. આરોપી પાસેથી 43.18 લાખ રોકડ, 21.22 લાખના ઘરેણાં તેમજ લૂંટમાં વપરાયેલ હથિયાર, બોલેરો કાર, લૂંટમાં ગયેલ રાયફલ સહીત કુલ 76.86 લાખનો મુદામાલ રિકવર કરી છે હવે તપાસ દરમિયાન ફરિયાદીના મોબાઈલ અંગે તેમજ ક્રાઇમ સીન માટે પંચનામું ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવશે.

ADVERTISEMENT
મુખ્ય આરોપી સહિત પાંચ આરોપીઓની શોધખોળ ચાલુ
આજે પણ એક ટિમ મધ્યપ્રદેશમાં અલગ અલગ જગ્યાએ મુખ્ય આરોપી સહીત ફરાર વધુ 5 આરોપીની શોધખોળ હાથ ધરી રહી છે જરૂર જણાયે અન્ય ટીમને પણ ત્યાં મોકલવામાં આવશે અને બાકી રહેલા આરોપીઓને નજીકના દિવસોમાં ઝડપી પાડવામાં આવશે. પોલીસ માટે આ આરોપીઓને પકડી લૂંટનો ભેદ ઉકેલવો પડકારજનક હતો કારણ કે આરોપીઓ રીઢા ગુનેગાર છે તેમજ એમપીમાં પહાડી અને જંગલ વિસ્તારમાં તેઓના રહેઠાણ આવેલ હોવાથી ત્યાં સુધી પહોંચવું ચેલેંજિંગ હતું પોલીસ વેશપલટો કરી ત્યાં સુધી પહોંચી હતી.
આ પણ વાંચોઃ પહેલા જ વરસાદે બતાવ્યો રૌદ્ર સ્વરૂપ, જૂનાગઢથી વલસાડ સુધી રસ્તાઓ પાણીમાં ગરકાવ
આરોપીને શું ભાવે પૂછતાં જ ગુનાની કબૂલાત
આરોપીઓના ગામમાં પણ મોટા ભાગના ઘરોમાં લોકો કુકડાને પાળતા હોવાનું સામે આવ્યું છે જે કુકડા પણ ખાસ ટ્રેઈન કરવામાં આવ્યા હોય છે. જેથી ગામમાં કોઈ અજાણ્યા વ્યક્તિ પ્રવેશ કરે અને દેખાય તો એક સાથે અવાજ કરવા લાગે જેથી આરોપીઓ સતર્ક થઇ જતા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ આ કેસમાં આરોપીની અટકાયત બાદ સમગ્ર કેસની કબૂલાત માટે ચોકલેટનો ચમત્કાર સામે આવ્યો છે. આરોપી બનસીંગની પોલીસ પુછપરછ કરી રહી હતું દરમિયાન કશું બોલતો ન હતો પરંતુ એક ચોકલેટ ચમત્કારથી આરોપી બધી જ વિગતવાર કબૂલાત આપી દીધી હતી આરોપીને શું ભાવે પૂછતાં ચોકલેટની ડિમાન્ડ કરી હતી. જેથી પોલીસે તાત્કાલિક કેડબરી ડેરીમિલ્ક મંગાવી આરોપીને આપતા ગુનાની સંપૂર્ણ વિગત પોલીસ સમક્ષ જણાવી દીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT