બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / પહેલા જ વરસાદે બતાવ્યું રૌદ્ર સ્વરૂપ, જૂનાગઢથી વલસાડ સુધી રસ્તાઓ પાણીમાં ગરકાવ

photo-story

6 ફોટો ગેલેરી

વરસાદી માહોલ / પહેલા જ વરસાદે બતાવ્યું રૌદ્ર સ્વરૂપ, જૂનાગઢથી વલસાડ સુધી રસ્તાઓ પાણીમાં ગરકાવ

Last Updated: 07:53 PM, 1 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ધોધમાર વરસાદથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓને ઘમરોળ્યા છે. મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. વલસાડમાં રસ્તા પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા.

1/6

photoStories-logo

1. જેતપુરના દેવકીગાલોળ અને વાવડીમાં ભારે વરસાદ

રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને દેવકીગાલોળ અને વાવડી ગામોમાં ભારે વરસાદ વરસતા દેવકીગાલોળ ગામ નજીક વહેતી ગાલોરિયા નદીમાં પૂર આવ્યું છે. નદી પર બનાવાયેલો ડ્રાયવર્ઝન પાણીમાં ગરકાવ થઈ જતા જેતપુરથી બગસરા જવાનો એકમાત્ર માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. છેલ્લા અનેક કલાકોથી રસ્તો બંધ હોવાથી બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે ગ્રામજનો છેલ્લા બે વર્ષથી અહીં કાયમી પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે, છતાં હજુ સુધી યોગ્ય કામગીરી હાથ ધરાઈ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. જૂનાગઢના દોલતપરામાં ભરાયું વરસાદી પાણી

જૂનાગઢમાં પ્રથમ વરસાદે જ મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. શહેરના દોલતપરા વિસ્તારમાં આવેલા કસ્તુરબા કોલોનીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડ્રેનેજની અધૂરી અને ધીમી કામગીરીના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. પ્રથમ વરસાદમાં જ આવી સ્થિતિ સર્જાતા મનપાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે અને સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલ માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં છવાયો વરસાદી માહોલ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. ભારે વરસાદના પગલે પાનવડની ધામની નદીમાં નવા નીર આવતા પાનવડ ગામમાંથી પસાર થતા ડાયવર્ઝન પર ફરી પાણી ફરી વળ્યું હતું. પ્રથમ જ વરસાદમાં ડાયવર્ઝન બંધ થઈ જતા સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પરનો મૂળ બ્રિજ જર્જરિત હોવાથી અગાઉ ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ તે પણ પાણીમાં ગરકાવ થતાં ગ્રામજનો જીવના જોખમે જૂના અને જર્જરિત બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ વહેલી તકે કાયમી અને સુરક્ષિત વ્યવસ્થા ઊભી કરવાની માંગ ઉઠાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ધોધમાર વરસાદને કારણે ઠેર-ઠેર ભરાયા પાણી

વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા શહેર સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના અનેક માર્ગો પર પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ વાપીના નીચાણવાળા વિસ્તારોમાં પણ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા ટ્રાફિક ધીમો પડ્યો હતો અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ઉધનામાં સાઉથ ઝોન નજીક ખાડીમાં ફસાઇ ક્રેન

સુરતમાં વરસાદી માહોલ વચ્ચે ઉધના વિસ્તારમાં સાઉથ ઝોન નજીક પ્રિ-મોન્સૂન સફાઈ કામગીરી દરમિયાન એક ક્રેન ખાડીમાં ફસાઈ જવાની ઘટના સામે આવી છે. ખાડીની સફાઈ ચાલી રહી હતી ત્યારે અચાનક પાણીનું સ્તર વધી જતાં ક્રેન કાદવ અને પાણીમાં ફસાઈ ગઈ હતી. ઘટનાના કારણે સફાઈ કામગીરી થોડા સમય માટે ખોરવાઈ હતી. નોંધનીય છે કે ઘટના સમયે કામગીરીની દેખરેખ માટે જવાબદાર અધિકારીઓ સ્થળ પર હાજર ન હોવાથી પ્રશ્નો ઊભા થયા છે. હાલ ક્રેનને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે ખાસ કરીને દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને આસપાસના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા તેમજ નદીઓના જળસ્તરમાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Gujarat rain Rajkot news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ