બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:12 PM, 2 July 2026
તાજેતરમાં વેદાંતા લિમિટેડના ચાર શેર લિસ્ટ થયા છે અને ત્યારથી તે શેરમાં મોટો વધારો જોવા મળ્યો છે. જેમાં અમુક શેરોએ માત્ર એક મહિનામાં રોકાણકારોના પૈસા બમણા કરી દીધા છે. જેમાં ત્રણ શેર આજે રેકોર્ડ પર પહોંચ્યા છે. જેમાં વેદાંતા ઓઇલ એન્ડ ગેસ લિમિટેડના શેર 13.65 ટકા વધીને 44.05 રૂપિયાની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. દાંત આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડના શેર ૧૦ ટકા વધીને 42.64 રૂપિયાની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે વેદાંતા પાવર લિમિટેડના શેર 7.98 ટકા વધીને 47.78. રૂપિયાની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. વેદાંતા એલ્યુમિનિયમ મેટલ લિમિટેડ અને વેદાંતાના શેરમાં પણ 3.86 ટકા સુધીનો વધારો નોંધાયો છે.
ADVERTISEMENT
ડિમર્જર બાદ આ કંપનીઓના શેરમાં વધારો થયો છે. વેદાંતે 4 કંપનીઓ લિસ્ટ કરી છે, જેના કારણે બજારમાં લિસ્ટેડ વેદાંત ગ્રુપની કુલ કંપનીઓની સંખ્યા 5 થઈ ગઈ છે. તીવ્ર વધારા છતાં અમુક માર્કેટ એક્સપર્ટ રોકાણકારોને સલાહ આપી છે કે જ્યારે તે ઘટે ત્યારે શેર ખરીદવા.
છેલ્લા એક મહિનામાં વેદાંત ગ્રુપની બે કંપનીઓમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી મોટો વધારો વેદાંતા એસેટના શેરમાં જોવા મળ્યો છે, જે દરરોજ અપર સર્કિટને સ્પર્શી રહ્યા છે. આ શેરે છેલ્લા એક મહિનામાં જ રોકાણકારોના પૈસા બમણા કર્યા છે. એક મહિનામાં તે 97% વધ્યો છે અને લિસ્ટિંગ બાદ 148% વધ્યો છે. આજે તે 5% ઉપરની સર્કિટ સાથે રૂ. 85 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ADVERTISEMENT

તો વેદાંતાના આયર્ન એન્ડ સ્ટીલનાશેરે એક મહિનામાં રોકાણકારોના પૈસા બમણા કર્યા છે.જેને એક મહિનામાં 113% રિટર્ન આપ્યું છે અને હાલમાં 42 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. આજે તે 10% ની ઉપરની સર્કિટને પણ સ્પર્શી ગયો છે. એક અઠવાડિયામાં તે 42% વધ્યો છે.
ADVERTISEMENT
આ અંગે એક્સપર્ટ કહી રહ્યા છે રોકાણકારોએ વેદાંતા દ્વારા પસંદગીની સ્વતંત્ર કંપનીઓના ડિમર્જરને પોઝિટિવ ફીડબેક આપ્યો છે. આવી તેજી બાદ ટૂંકા ગાળાના ઘટાડાની શક્યતા નકારી શકાય નહીં. મધ્યમથી લાંબા ગાળાના પર્સ્પેક્ટિવ ધરાવતા રોકાણકારો શેર પકડી શકે છે, કેમ કે કંપનીનું ઇન્ટર્નલ સ્ટ્ર્કચર મજબૂત છે.
ADVERTISEMENT
આમ નવા રોકાણકારોએ તેજી જોઈને રોકાણ કરવાને બદલે વધુ સારી જોખમ-વળતરના મોકા માટે ઘટાડા દરમિયાન ખરીદી પર ફોક્સ કરવું જોઈએ. રોકાણ કરતા પહેલા અમુક ત્રિમાસિક રિઝલ્ટની રાહ જોવી જોઈએ. આ દરમિયાન એમ્કે ગ્લોબલે વેદાંતા એલ્યુમિનિયમ પર "બાય" કોલ અને 550 રૂપિયાના ટાર્ગેટ સાથે કવરેજ શરૂ કર્યું છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.