બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / શુક્રનું સૂર્યની રાશિમાં થશે ગોચર, તમામ 12 રાશિઓ પર કેવો થશે પ્રભાવ?

photo-story

14 ફોટો ગેલેરી

ધર્મ / શુક્રનું સૂર્યની રાશિમાં થશે ગોચર, તમામ 12 રાશિઓ પર કેવો થશે પ્રભાવ?

Last Updated: 03:14 PM, 3 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શીતળ અને સૌમ્ય ગ્રહ શુક્ર જે વૈભવ અને વૈવાહિક જીવનનો કારક છે તે 4 જુલાઈના રોજ સિંહ રાશિમાં ગોચર કરશે. આ રાશિ પરિવર્તન તમામ બાર રાશિઓ પર કેવી અસર કરશે તે જાણીએ.

1/14

photoStories-logo

1. શુક્ર ગોચર

શુક્ર 4 જુલાઈ શનિવારના રોજ સૂર્યની સિંહ રાશિમાં ગોચર કરશે જ્યાં છાયા ગ્રહ કેતુ પહેલાથી જ બિરાજમાન છે. શુક્રને શીતળ અને સૌમ્ય ગ્રહ માનવામાં આવે છે, જ્યારે સૂર્યને ગરમ ગ્રહ માનવામાં આવે છે. આ ગોચર તમામ 12 રાશિઓ પર અસર કરશે. જેમાં અમુક રાશિઓ શુક્રના ગોચરથી લાભ મેળવશે તો બીજી રાશિઓ ઉતાર-ચઢાવનો સામનો કરી શકે છે. ચાલો જાણીએ કે આ ગોચર તમારા માટે કેવું રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ

શુક્ર તમારા પાંચમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ દરમિયાન તમે તમારા જીવનમાં અનેક સારા ફેરફારો જોશો. સોશિયલ મીડિયા કે લેખનમાં અણધારી તકો ઊભી થશે. તમારા જીવનને નવી દિશા આપવાનો મોકો મળશે. પણ આવેગજન્ય શબ્દો સમસ્યાઓ ઊભી કરી શકે છે. આથી બોલતી વખતે સાવધાન રહો અને ગુસ્સામાં બોલવાનું ટાળો. શુક્રના પ્રભાવમાંસર્જનાત્મક પ્રોજેક્ટ્સ સફળ થશે અને તમે ઘર અને વાહન ખરીદી શકશો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/14

photoStories-logo

3. વૃષભ

શુક્ર તમારા ચોથા ભાવમાં ગોચર કરી રહ્યો છે. જે ઘર તમારી માતા, ગૃહજીવન, મકાન, વાહનો અને મિલકત સાથે સંકળાયેલું છે. આથી તમારા ચોથા ભાવમાં શુક્રનું ગોચર તમારા ઘરમાં વધુ આરામ અને વૈભવ લાવશે. તમારા ગૃહજીવનમાં ખુશી વધશે. તમે વાહન ખરીદી શકો છો. તમારી માતા સાથેના સંબંધો સારારહેશે, જોકે તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવુ. તમારા સાસરિયાઓ સાથેના તમારા સંબંધો સુધરશે અને તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો સારા રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન

શુક્ર તમારા ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ દરમિયાન તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધાર થશે પરંતુ આ ફેરફારો અનુકૂળ કે પ્રતિકૂળ હોઈ શકે છે. પણ તમે જે પણ નિર્ણયો લો છો તે અન્ય લોકોને ચોંકાવશે. વ્યવસાયિકોને અણધારી મુસાફરી કરવાની જરૂર પડી શકે છે. કરિયરમાં પરિવર્તન આવી શકે છે. જો તમે વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમયગાળો ફાયદાકારક રહેશે. તમે તમારા અંગત અને વ્યાવસાયિક જીવનમાં ઘણી બાબતોમાં મૂંઝવણમાં મુકાશો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/14

photoStories-logo

5. કર્ક

શુક્ર તમારા બીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે. તમારું બીજું ઘર પરિવાર, બચત અને કોમ્યુનીકેશન સાથે સંબંધિત છે. આ ગોચર આર્થિક લાભ કરાવશે અને તમારી આવકમાં વધારો થઈ શકે છે. જો તમે લાંબા ગાળા માટે કોઈ બાબતમાં રોકાણ કરવાનું આયોજન કરી રહ્યા છો તો આ સમય સારો છે. અભ્યાસ કરતા કે રીસર્સ કાર્ય કરતા લોકો માટે મદદરૂપ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ

શુક્ર તમારા પ્રથમ ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ શુક્ર ગોચર દરમિયાન સિંહ રાશિના જાતકોમાં સમજણ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારા ઘણા કાર્યો પૂરા થશે. શુક્ર ગોચરના શુભ પ્રભાવથી તમે જીવનનો સંપૂર્ણ આનંદ માણશો. તમે તમારા મિત્રોના વર્તુળમાં અમુક શાનદાર નવા લોકો પણ ઉમેરી શકો છો, જે ભવિષ્યમાં તમને લાભ લાવશે. આ દરમિયાન તમે સારા મૂડમાં રહેશો અને પરિવારની દરેકજરૂરિયાતો પૂરી કરી શકશો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/14

photoStories-logo

7. કન્યા

શુક્ર તમારા બારમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. બારમા ભાવમાં શુક્રનું ગોચર તમારા માટે ફાયદાકારક રહેશે. આ ગોચર તમારા વૈભવી સુખ-સુવિધાઓમાં વધારો કરશે. કરિયરમાં સારી પ્રગતિ થશે અને આ દરમિયાન તમને કોઈ સારા પદ પરથી ઓફર મળી શકે છે. જો તમે લાંબા સમયથી ઘર કે ફ્લેટ ખરીદવા માંગતા હોવ તો આ દરમિયાન તમારી ઇચ્છા પૂર્ણ થશે. તમને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા

શુક્ર તમારા અગિયારમાં ભાવમાં ગોચર કરી રહ્યો છે. જેથી આર્થિક વૃદ્ધિ અને નેટવર્કિંગ માટે સારા મોકા મળશે. વ્યવસાયિક મુશ્કેલીઓ દૂર થશે અને તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે. જો તમારા પૈસા ક્યાંક અટવાયેલા છે તો તે પાછા મળશે. પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે. તમારી સુખ-સુવિધાઓમાં વધારો થશે. તમારા ઘણા કાર્યો પૂરા થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/14

photoStories-logo

9. વૃશ્ચિક

શુક્ર તમારા દસમા ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન તમારે ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. તમારે કોઈપણ પ્રકારના સંઘર્ષથી બચવું જોઈએ નહીં તો તમારે કાનૂની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમે હવે પહેલા જેવા નહીં રહો. તમારા જીવન, કરિયર અને ફરજોમાં અમુક ફેરફારો આવશે. જો તમે રોકાણ કરવા ઇચ્છતા હોવ તો તમારે કાળજીપૂર્વક આયોજન કરવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન

શુક્ર તમારા નવમા ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન તમે તમારા જીવનસાથી સહિત તમારા ઘરેલુ જીવનમાં અણધાર્યા ફેરફારો કે તમારા પ્રોફેશનલ પાર્ટનર સાથે ફેરફારોનો અનુભવ કરી શકો છો. આ દરમિયાન સંબંધો તૂટી શકે છે કે નવા સંબંધો બની શકે છે. પ્રોફેશનલ ડીલ થઈ શકે છે કે હાલના સંબંધો તૂટી શકે છે. જીવનમાં અચાનક, અણધાર્યો વળાંક આવી શકે છે. સતર્કતાથી તમારું રક્ષણ થશે. જો તમે નોકરી શોધી રહ્યા હોવ તો તમારે થોડો સમય રાહ જોવી પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/14

photoStories-logo

11. મકર

શુક્ર તમારા આઠમા ભાવમાં ગોચર કરશે. જે આયુષ્ય, અણધારી ઘટનાઓ અને ગુપ્ત બાબતો સાથે જોડાએલ છે. આ ગોચર તમારા માટે મુશ્કેલ સમય સાબિત થઇ શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને સ્વચ્છતા જાળવવી જોઈએ. આ દરમિયાન તમને છુપાયેલા દુશ્મનો કે ઓફિસ પોલીટીક્સને લીધે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આથી સતર્ક અને સાવધાન રહો. તમેં અનૈતિક પ્રવૃત્તિઓ કે સંબંધોમાં ફસાઈ શકો છો. આથી કોઈપણ લાલચથી બચો કેમ કે આ ભવિષ્યમાં ગંભીર નુકસાન કે બદનામી તરફ દોરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ

શુક્ર તમારા સાતમા ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન સર્જનાત્મકતા વધશે પરંતુ અમુક કાર્યો અટકી શકે છે. તમારા જીવનસાથીને કારણે તમને તમારા લવ લાઈફમાં મુશ્કેલીઓ આવી શકે છે. તમે એક અલગ ઉર્જા અનુભવશો. આ દરમિયાન તમારી જાત અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને કોઈપણ ગેરસમજ ટાળો.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન

શુક્ર તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. મીન રાશિમાં શુક્ર ઉચ્ચ સ્થાન ધરાવે છે પરંતુ સિંહ રાશિમાં તેનું ગોચર અમુક સમસ્યાઓ લાવશે. આ દરમિયાન તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. અફવાઓ કે આરોપોના લીધે તમારી પ્રતિષ્ઠાને નુકસાન થશે. આથી કોઈપણ ગુપ્ત કે લગ્નેત્તર સંબંધો ન બનાવવા. કેમ કે આ ગંભીર સમસ્યાઓ તરફ દોરી શકે છે. આ દરમિયાન તમારે લો પ્રોફાઇલ જાળવવી. આ દરમિયાન મુસાફરી પર પૈસા ખર્ચ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sagittarius Venus Capricorn
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ