બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ડિંડોલીમાં કારચાલકે 5 વાહનને લીધાં અડફેટે, હેલમેટે બચાવ્યો યુવકનો જીવ, જુઓ CCTV ફૂટેજ

સુરત / ડિંડોલીમાં કારચાલકે 5 વાહનને લીધાં અડફેટે, હેલમેટે બચાવ્યો યુવકનો જીવ, જુઓ CCTV ફૂટેજ

Priykant Shrimali

Last Updated: 03:14 PM, 3 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Accident CCTV : સુરતના ડિંડોલીમાં બેકાબૂ કારનો કહેર, 5 વાહનોને અડફેટે લીધા; હેલ્મેટે બચાવ્યો યુવકનો જીવ

Surat Accident CCTV : સુરતના ડિંડોલી વિસ્તારમાં એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વાસ્તવમાં એક કારચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તા પર ચાલતા અને પાર્ક કરાયેલા કુલ પાંચ વાહનોને અડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CVCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. આ સાથે અહીં હેલમેટ પહેરવાને કારણે એક યુવકનો જીવ બચ્યો હોવાનું પણ સામે આવતા ટુ વ્હીલર ડ્રાઇવ દરમિયાન હેલમેટનું કેટલું મહત્વ છે તે પણ જાણવું જરૂરી બન્યું છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક માહિતી મુજબ, કાર ચલાવી રહેલા પ્રશાંત આરેગીરીને અચાનક પેરાલિસિસની અસર થતાં વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. પરિણામે કાર બેકાબૂ બની ગઈ અને એક પછી એક અનેક વાહનો સાથે અથડાઈ હતી. અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે અન્ય બે લોકોને પણ ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હેલ્મેટે બચાવ્યો જીવ

આ ઘટનામાં એક સૌથી મહત્વની બાબત એ સામે આવી કે, અકસ્માતનો ભોગ બનેલો એક યુવક હેલ્મેટ પહેરેલો હોવાથી તેનો જીવ બચી ગયો. ટક્કર ખૂબ જ જોરદાર હોવા છતાં હેલ્મેટે માથાને ગંભીર ઈજાથી બચાવ્યું, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે, હેલ્મેટ માત્ર ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે નહીં, પરંતુ જીવન બચાવવા માટે અત્યંત જરૂરી સુરક્ષા કવચ છે.

આ પણ વાંચો : હિસ્ટ્રીશીટરોનો ગઢ બની ગયું ચંડોળા તળાવ, ડિમોલિશન બાદ પણ ના સુધર્યા, JCP પર હુમલાથી ઉઠ્યા સવાલો

હેલ્મેટ પહેરવું કેમ જરૂરી ?

આપણે રોજિંદા જીવનમાં જોઈએ છીએ કે, ઘણા લોકો નજીકના અંતર માટે અથવા શહેરની અંદર વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનું ટાળી દે છે, પરંતુ અકસ્માત ક્યારે અને ક્યાં સર્જાશે તેની કોઈ ખાતરી હોતી નથી. આવા બનાવો દરેક વાહનચાલકને સંદેશ આપે છે કે, ટુ-વ્હીલર ચલાવતી વખતે હંમેશા ગુણવત્તાયુક્ત હેલ્મેટ પહેરવું જોઈએ. આ નાની સાવચેતી જીવલેણ અકસ્માતમાં પણ જીવન બચાવી શકે છે. સુરતની ઘટનામાં ડિંડોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે કારચાલક પ્રશાંત આરેગીરીની અટકાયત કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ કારચાલકની તબિયત અને અકસ્માત પાછળના ચોક્કસ કારણોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CCTV Footage Surat Accidents Dindoli Accident
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ