બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત ATSનું મોટું ઓપરેશન, જૈશ-એ-મોહમ્મદના કથિત 8 આતંકીઓની ધરપકડ
Last Updated: 03:56 PM, 3 July 2026
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)એ આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ મોટી કાર્યવાહી કરતાં પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે કથિત રીતે સંકળાયેલા 8 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ વિસ્તારોમાં એકસાથે હાથ ધરવામાં આવી હતી.
ADVERTISEMENT
પાલનપુરમાંથી 3 અને પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી 3 શંકાસ્પદોની ધરપકડ
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના પાલનપુરમાંથી 3 અને પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી 3 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત નવસારી જિલ્લાના ચીખલીમાંથી 1 તેમજ મધ્યપ્રદેશના દેવાસમાંથી 1 વ્યક્તિને ATSએ કસ્ટડીમાં લીધો છે.
ADVERTISEMENT
જૈશ-એ-મોહમ્મદ માટે સક્રિય નેટવર્ક ઉભું કરવાનો પ્રયાસ
ADVERTISEMENT
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ કથિત રીતે જૈશ-એ-મોહમ્મદ માટે સક્રિય નેટવર્ક ઉભું કરવા, નવા લોકોનો સંપર્ક સાધવા અને સંગઠનની પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવા માટે કામ કરી રહ્યા હતા. ATS દ્વારા તેમની પાસેથી મળેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો, દસ્તાવેજો અને અન્ય પુરાવાઓની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.
એટીએસ દ્વારા તપાસ શરૂ કરી
ADVERTISEMENT
સુરક્ષા એજન્સીઓ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓના અન્ય રાજ્યો અથવા આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્ક સાથે કોઈ સંબંધ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, ચંડોળા તળાવ ખાતે પૂછપરછ માટે ગઈ હતી ટીમ
ADVERTISEMENT
ગુજરાત ATS દ્વારા ટૂંક સમયમાં આ સમગ્ર ઓપરેશન અંગે વધુ વિગતો સાથે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.