બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / અમદાવાદના સમાચાર / એક ક્લિકથી કંપની બંધ કરાવી દીધી, સાયબર ઠગના 'Sorry' ના ઈ-મેઈલથી કઈ રીતે હેક થઈ 44 હજાર સિસ્ટમ?

સાયબર ફ્રોડ / એક ક્લિકથી કંપની બંધ કરાવી દીધી, સાયબર ઠગના 'Sorry' ના ઈ-મેઈલથી કઈ રીતે હેક થઈ 44 હજાર સિસ્ટમ?

Priykant Shrimali

Last Updated: 02:11 PM, 3 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sorry Email Scam : એક SORRYના ઈ-મેઈલથી 44 હજાર સિસ્ટમ હેક! ત્રણ દિવસમાં રેન્સમવેરનો કહેર, એક ક્લિક અને આખી કંપની બંધ, હેકર્સ બિટકોઈનમાં ખંડણી માગી રહ્યા છે

Sorry Email Scam : દેશભરમાં સાયબર ઠગોએ હવે લોકોને ફસાવવા માટે નવો કીમિયો અપનાવ્યો છે. માત્ર Sorry લખેલા ઈ-મેઇલના માધ્યમથી મોટા ઉદ્યોગગૃહો, નાણાકીય સંસ્થાઓ અને સરકારી કચેરીઓને નિશાન બનાવી રેન્સમવેર હુમલા કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં દેશભરમાં અંદાજે 44 હજારથી વધુ સિસ્ટમ પ્રભાવિત થઈ હોવાનું સામે આવ્યું છે.

સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, Sorry વિષય ધરાવતા ઈ-મેઇલ માનવીય ઉત્સુકતાનો લાભ લે છે. કર્મચારી સામાન્ય ભૂલ કે માફીનો સંદેશ સમજીને ઈ-મેઇલ ખોલે છે અથવા તેમાં રહેલી ફાઈલ ડાઉનલોડ કરે છે. એક જ ક્લિક સાથે રેન્સમવેર કમ્પ્યૂટર સિસ્ટમમાં પ્રવેશી જાય છે અને સમગ્ર નેટવર્કને પોતાની ઝપેટમાં લઈ લે છે.

આ પ્રકારના હુમલામાં હેકર્સ કંપનીના સર્વર, કંટ્રોલ પેનલ અને મહત્ત્વપૂર્ણ ડેટાને એન્ક્રિપ્ટ કરી દે છે, જેના કારણે સંસ્થાનું દૈનિક કામકાજ ઠપ થઈ જાય છે. ત્યારબાદ સ્ક્રીન પર બિટકોઈનના રૂપમાં ખંડણીની માગણી કરતો સંદેશ દેખાય છે. જેથી અનેક કંપનીએ ગ્રાહકોની માહિતી, નાણાકીય રેકોર્ડ અને પગાર સંબંધિત ડેટાની ઍક્સેસ ગુમાવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

સાયબર ક્રાઇમ વિભાગના અધિકારીએ ચેતવણી આપી છે કે સરકારી વિભાગ, બેન્ક અને ખાનગી કંપનીના અધિકૃત ઈ-મેઇલ આઈડીને ખાસ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હેકર્સ નકલી, પરંતુ વિશ્વસનીય લાગતા ઈ-મેઇલ એડ્રેસનો ઉપયોગ કરીને કર્મચારીને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

આ પણ વાંચો : હિસ્ટ્રીશીટરોનો ગઢ બની ગયું ચંડોળા તળાવ, ડિમોલિશન બાદ પણ ના સુધર્યા, JCP પર હુમલાથી ઉઠ્યા સવાલો

નિષ્ણાતોનું કહેવું છે કે ખંડણી ચૂકવવાથી હંમેશાં ડેટા પાછો મળે તેની કોઈ ગેરંટી નથી. ઘણી વખત હેકર્સ ફરીથી હુમલો કરતા હોય છે અથવા ડેટાનો દુરુપયોગ પણ કરે છે. તેથી કોઈ પણ શંકાસ્પદ ઈ-મેઇલ ખોલતાં પહેલાં તેની સંપૂર્ણ ચકાસણી કરવી અત્યંત જરૂરી બની ગઈ છે. સરકારે અને સાયબર સુરક્ષા એજન્સીએ તમામ સંસ્થાને તેમના એન્ટી વાઈરસ અને ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ રાખવા, મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન અપનાવવા અને નિયમિત રીતે ઓફલાઈન બેકઅપ જાળવવા સલાહ આપી છે.

Sorry ઈ-મેઈલથી બચવા શું કરશો?

  • અજાણ્યા અથવા શંકાસ્પદ ઈ-મેઇલ ન ખોલો.
  • કોઈપણ એટેચમેન્ટ ડાઉનલોડ કરતાં પહેલાં મોકલનારની ચકાસણી કરો.
  • કમ્પ્યૂટર અને એન્ટી વાઈરસને નિયમિત અપડેટ રાખો.
  • મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો.
  • મહત્ત્વના ડેટાનો ઓફલાઈન બેકઅપ રાખો.
  • કર્મચારીઓને ફિશિંગ અને સાયબર સુરક્ષા અંગે નિયમિત તાલીમ આપો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cyber Attack Sorry Email Scam Ransomware Attack
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ