બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હિસ્ટ્રીશીટરોનો ગઢ બની ગયું ચંડોળા તળાવ, ડિમોલિશન બાદ પણ ના સુધર્યા, JCP પર હુમલાથી ઉઠ્યા સવાલો

અમદાવાદ / હિસ્ટ્રીશીટરોનો ગઢ બની ગયું ચંડોળા તળાવ, ડિમોલિશન બાદ પણ ના સુધર્યા, JCP પર હુમલાથી ઉઠ્યા સવાલો

Priykant Shrimali

Last Updated: 02:03 PM, 3 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Chandola Demolition : ડિમોલિશન બાદ પણ ચંડોળા તળાવમાં ગુનેગારોનું સામ્રાજ્ય, JCP પર હુમલા બાદ ગુનાખોરીના ગઢ બાબતે ઊઠ્યા સવાલો

Ahmedabad Chandola Demolition : અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ પર થયેલો જીવલેણ હુમલો માત્ર એક પોલીસ અધિકારી પર હુમલો નથી, પરંતુ શહેરના સૌથી સંવેદનશીલ અને વિવાદાસ્પદ વિસ્તારની કાળી હકીકત ફરી એક વખત સામે લાવનારી ઘટના છે. કરોડો રૂપિયાના ડિમોલિશન, હજારો ગેરકાયદે મકાનો તોડી પાડવા અને સતત કોમ્બિંગ ઓપરેશન છતાં ચંડોળામાં ગુનાખોરીનું નેટવર્ક હજુ જીવંત હોવાનું આ ઘટનાએ સાબિત કર્યું છે.

ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, ઈસનપુરનો કુખ્યાત હિસ્ટ્રીશીટર મોહમ્મદ કલીમ ઉર્ફે ભૈયા અકબરખાન પઠાણ ગેરકાયદે હથિયારો સાથે ચંડોળા વિસ્તારમાં આવ્યો છે. PI આઈ.એન. ઘાસુરાની ટીમે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી મધ્યપ્રદેશથી લાવવામાં આવેલા ચાર દેશી તમંચા અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા.

આરોપીની પૂછપરછ માટે શરદ સિંઘલ સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા. પૂછપરછ દરમિયાન અચાનક કલીમ ઉગ્ર બની ગયો અને રસોડામાં પડેલી છરી વડે પર હુમલો કરી દીધો. શરદ સિંઘલને હાથના ભાગે ગંભીર ઈજા થતાં તેમણે આત્મરક્ષામાં સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. ત્યાર બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેસીપી શરદ સિંઘલે જણાવ્યું છે કે ક્રાઈમ બ્રાંચની ટીમે ચંડોળા સહિત અમદાવાદના ખૂણેખૂણે આરોપીઓને ઝડપી લેવા માટેની ડ્રાઈવ ચાલુ રાખી છે. ઝોન-૬ના ભગીરથસિંહે જણાવ્યું છે કે ચંડોળા અને તેની આસપાસના વિસ્તારોમાં પોલીસ સતત કોમ્બિંગ અને પેટ્રોલિંગ કરે છે. હિસ્ટ્રીશીટરો અને ગુનાઈત પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવે છે. ગુનેગારો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.

ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન થયું હતું

ગયા વર્ષે ચંડોળા તળાવ કિનારે આવેલી ગેરકાયદે વસાહતો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા આ વિસ્તારને ખાલી કરાવવા માટે રાજ્ય સરકાર અને તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. તે સમયે એવો દાવો કરાયો હતો કે ગેરકાયદે વસાહતો દૂર થતાં ડ્રગ્સ, દારૂ અને ગુનાખોરીના નેટવર્કને મોટો ફટકો પડશે, પરંતુ છેલ્લા એક વર્ષમાં બનેલી ઘટનાઓ જુદી જ કહાણી કહે છે. એમડી ડ્રગ્સના કેસ, ગેરકાયદે દારૂના અડ્ડાઓ, દેશી હથિયારો સાથે ઝડપાયેલા આરોપીઓ અને હિસ્ટ્રીશીટરોની અવરજવર આજે પણ ચંડોળા અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહી છે. કલીમ ઉર્ફે ભૈયા સામે હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટ, ખંડણી અને આર્મ્સ એક્ટ સહિત ૩૦થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. આવા કુખ્યાત આરોપીનું ચંડોળા સાથે જોડાણ ફરી એક વખત દર્શાવે છે કે ગુનેગારોનાં નેટવર્ક હજુ પણ સંપૂર્ણપણે નાબૂદ થયાં નથી.

આ પણ વાંચો : વડોદરામાં કોંગ્રેસ આવતાં જ હનુમાન ચાલીસા બંધ કરાવાઈ, નશલીન બાનુના પતિના આદેશથી ગરમાયું રાજકારણ

રથયાત્રા પહેલાં પોલીસ માટે સૌથી મોટો પડકાર

ભગવાન જગન્નાથજીની રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે સમગ્ર શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હજારો પોલીસકર્મીઓ બંદોબસ્તમાં જોડાવાના છે અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રાખવામાં આવી રહી છે. ચંડોળા વિસ્તાર પણ પોલીસના ખાસ ફોકસમાં છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ચંડોળા અને આસપાસના વિસ્તારોમાં નિયમિત કોમ્બિંગ ઓપરેશન, ડ્રોન સર્વેલન્સ અને હિસ્ટ્રીશીટરોની ચકાસણી હાથ ધરવામાં આવે છે, છતાં જેસીપી પર થયેલો હુમલો એ સ્પષ્ટ કરે છે કે ગુનેગારોમાં કાયદાનો ડર હજુ પૂરતો બેઠો નથી.

ચંડોળાની કાળી ફાઈલ

  • ડ્રગ્સના વેપારના અનેક ખુલાસા
  • દારૂના અડ્ડાઓ સામે સતત પોલીસ કાર્યવાહી
  • મધ્યપ્રદેશથી હથિયારો સપ્લાય કરાયાના કેસો
  • હિસ્ટ્રીશીટરો માટે સલામત આશ્રયસ્થાન હોવાના આક્ષેપ
  • ડિમોલિશન બાદ પણ ગુનાખોરીના બનાવો યથાવત્

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandola Crime Ahmedabad Chandola Lake JCP Sharad Singhal
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ