બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ઘરમાં રાખેલી આ 5 વસ્તુઓ બની શકે છે ગરીબીનું કારણ! આજે જ કરો બહાર

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / ઘરમાં રાખેલી આ 5 વસ્તુઓ બની શકે છે ગરીબીનું કારણ! આજે જ કરો બહાર

Last Updated: 02:36 PM, 4 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઘરમાં પૈસા ટકતા નથી આવક કરતાં ખર્ચ વધારે થાય છે અથવા વારંવાર કોઈને કોઈ સમસ્યા ઉભી થાય છે? વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ નકારાત્મક ઊર્જા વધારી શકે છે.

1/8

photoStories-logo

1. ઘરમાં રાખેલી આ 5 વસ્તુઓ બની શકે છે ગરીબીનું કારણ!

ઘરની સુખ-સમૃદ્ધિ માત્ર કમાણી પર જ નહીં પરંતુ ઘરના વાતાવરણ અને વ્યવસ્થા પર પણ આધાર રાખે છે. ઘણી વખત અજાણતાં આપણે એવી વસ્તુઓ ઘરમાં રાખી દઈએ છીએ જે નકારાત્મકતા વધારતી હોવાનું માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ ઘરમાં દરિદ્રતા અને અશાંતિનું કારણ બની શકે છે. જો તમારા ઘરમાં પણ પૈસા રોકાતા ન હોય અથવા સતત મુશ્કેલીઓ આવતી હોય, તો આ વસ્તુઓ પર એક નજર જરૂર કરો. સમયસર તેમને દૂર કરવાથી ઘરમાં સકારાત્મકતા અને શાંતિ વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. બંધ પડી ગયેલી ઘડિયાળો

વાસ્તુ અનુસાર સમયને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ઘરમાં બંધ પડેલી ઘડિયાળ પ્રગતિ અટકી જવાનું પ્રતિક માનવામાં આવે છે. તે નકારાત્મક ઊર્જા પેદા કરી શકે છે અને કામોમાં અવરોધ લાવી શકે છે. આવી ઘડિયાળને તરત જ રિપેર કરાવો અથવા ઘરમાંથી દૂર કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. મુખ્ય દરવાજા પાસે રાખેલા ઝાડૂ

ઝાડૂને મા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. મુખ્ય દરવાજા અથવા દેહળી પાસે ઝાડૂ રાખવી શુભ માનવામાં આવતી નથી. આવું કરવાથી ઘરની સકારાત્મક ઊર્જા પર અસર પડે છે એવી માન્યતા છે. ઝાડૂને હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં બહારથી દેખાય નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. રસોડામાં પડેલા એઠા વાસણ

રસોડું અન્નપૂર્ણા માતાનું સ્થાન માનવામાં આવે છે. રાત્રે એઠા વાસણ રાખવાથી ઘરમાં અશાંતિ વધે છે એવી માન્યતા છે.તે સ્વચ્છતા અને આરોગ્ય માટે પણ યોગ્ય નથી.સૂતા પહેલા રસોડું અને વાસણ સાફ રાખવાની ટેવ પાડવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. સુકાયેલા અને કાંટાવાળા છોડ

ઘરમાં સુકાયેલા છોડ નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે. કાંટાવાળા છોડ પરિવારના સભ્યો વચ્ચે તણાવ વધારતા હોવાનું કહેવાય છે. સુકાઈ ગયેલી તુલસી અથવા અન્ય છોડને લાંબા સમય સુધી ન રાખવા જોઈએ. તેના બદલે લીલાછમ અને તાજા છોડ લગાવવાથી વાતાવરણ ખુશનુમા બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. કબાટ અને ખરાબ ઇલેક્ટ્રોનિક્સ

ઘરમાં પડેલા ખરાબ મોબાઇલ, ટીવી અથવા અન્ય ઉપકરણો જગ્યા રોકે છે.વાસ્તુ મુજબ આવી વસ્તુઓ નકારાત્મક ઊર્જા વધારી શકે છે.લાંબા સમયથી ઉપયોગમાં ન હોય તેવો કબાડ ઘરમાં ન રાખવો જોઈએ.સમયાંતરે ઘરની સફાઈ કરીને આવી વસ્તુઓ દૂર કરવી લાભદાયી માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. બરકત માટે સરળ ઉપાય

જો તમે ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સકારાત્મકતા વધારવા માંગતા હોવ તો શુક્રવારે પાણીમાં થોડું સેંધા મીઠું ભેળવીને પોંછો લગાવી શકો છો. એવી માન્યતા છે કે તે નકારાત્મકતા ઘટાડવામાં મદદરૂપ બને છે. ત્યારબાદ મુખ્ય દરવાજા પાસે થોડું ગંગાજળ છાંટવાથી ઘરનું વાતાવરણ વધુ શુદ્ધ અને સકારાત્મક બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Positive Energy Vastu Shastra Home Vastu Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ