બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / કાર ખરીદવાની છે? આ લોકપ્રિય કાર્સ પર વરસ્યો ડિસ્કાઉન્ટનો વરસાદ!, જાણો કઈ તારીખ સુધી મળશે ઑફર
6 ફોટો ગેલેરી
Last Updated: 03:22 PM, 4 July 2026
1/6
જો તમે ટાટાની કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો અત્યારે સારો મોકો આવ્યો છે. જેમાં આ કંપનીએ જુલાઈ મહિના માટે તેની અનેક ફેમસ કાર પર ડિસ્કાઉન્ટ ઓફરની જાહેરાત કરી છે. આ ઓફરમાં તમને અમુક મોડેલો પર 1 લાખ રૂપિયાથી વધુનો બેનીફીટ મળી શકે છે. આ બેનીફીટ રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, સ્ક્રેપેજ બેનિફિટ્સ, લોયલ્ટી બોનસ અને ડીલર ઑફર્સના રૂપમાં ઓફર કરવામાં આવે છે.
2/6
આ ઓફરમાં સૌથી મોટો ફાયદો ટાટા કર્વ ખરીદનારાઓને ઉપલબ્ધ છે. જેમાં કંપની આ SUV પર કુલ 1.25 લાખરૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં ગ્રાહક ઑફર્સ, એક્સચેન્જ બોનસ, સ્ક્રેપેજ બેનિફિટ્સ અને લોયલ્ટી બોનસનો સમાવેશ થાય છે. આનાથી કર્વ આ મહિને ટાટાની સૌથી આકર્ષક કારોમાંની એક બની ગઈ છે.
3/6
કંપનીએ તેની ફેમસ SUV, ટાટા નેક્સન પર પણ મોટું ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે. જેમાં પેટ્રોલ અને CNG વેરિઅન્ટ પર અલગ અલગ ઑફર મળે છે. તમે અમુક વેરિઅન્ટ પર 55,000 થી 60,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છે. ડીઝલ વેરિઅન્ટ પર પણ લીમીટેડ ઓફર આપવામાં આવી રહી છે. જો કોઈ ગ્રાહક તેમની જૂની કાર એક્સચેન્જ કરે છે કે સ્ક્રેપેજ સ્કીમનો બેનીફીટ લે છે તો બચત વધુ વધી શકે છે.
4/6
ટાટાની ટિયાગો અને અલ્ટ્રોઝ પર પણ આકર્ષક ઓફર મળે છે. ટિયાગોના પસંદગીના વેરિઅન્ટ્સ 35,000 રૂપિયા સુધીના બેનીફીટ સાથે ઓફર કરવામાં આવી રહ્યા છે, જ્યારે અલ્ટ્રોઝ CNG વેરિઅન્ટ પર 55,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે અને પેટ્રોલ-ડીઝલ વેરિઅન્ટ પર 35,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ મળે છે. આ રીતે, ટિગોર પર 30,000 સુધીના બેનીફીટ મળી રહ્યા છે. આ ઓફર ઓછા બજેટમાં નવી કાર ખરીદવા માંગતા ગ્રાહકો માટે ફાયદાકારક છે.
5/6
6/6
આ એક્સચેન્જ બોનસ અને સ્ક્રેપેજ બેનીફીટ એકસાથે મેળવી શકાતા નથી. એ જ રીતે, લોયલ્ટી બોનસ માત્ર અત્યારના ટાટા ગ્રાહકો માટે જ છે અને તમારી જૂની ટાટા કારનું રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ (RC) જરૂરી રહેશે. આ બધી ઑફર લીમીટેડ ટાઈમ માટે વેલીડ છે. આ થી કાર ખરીદતા પહેલા તમારા ટાટા ડીલરશીપનો સંપર્ક કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ