બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / અન્ય જિલ્લા / સૌરાષ્ટ્ર જળબંબાકાર... મહુવાના 15 ગામ સંપર્કવિહોણા, 5 સ્ટેટ હાઈવે થયા બંધ

photo-story

7 ફોટો ગેલેરી

Gujarat Rain / સૌરાષ્ટ્ર જળબંબાકાર... મહુવાના 15 ગામ સંપર્કવિહોણા, 5 સ્ટેટ હાઈવે થયા બંધ

Last Updated: 05:34 PM, 5 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે જામ્યું છે. બે દિવસથી મોટાભાગના જિલ્લામાં ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નવીનતમ આગાહી અનુસાર રાજ્યમાં હજુ આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે એટલું જ નહીં પરંતુ અનેક વિસ્તારોમાં મેઘરાજા ભુક્કા બોલાવશે.

1/7

photoStories-logo

1. 35થી વધુ ગામમાં ખાસ એલર્ટ અપાયું

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ મનમુકીને વરસતા અનેક નદીઓમાં પુર આવ્યા છે. હજુ પણ આ વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

અમરેલી, સાવરકુંડલા, રાજુલામાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. રાજુલા–અમરેલી સહિત જિલ્લાના 5 સ્ટેટ હાઈવે બંધ થયા છે. ભારે વરસાદને લીધે વીજપડી-રાજુલા–ખાંભા રોડ બંધ થયા છે. રાજુલાના ભેરાઈ વિસ્તારમાં લોકોને શાળામાં સ્થળાંતર કરાયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ભાદર-2 ડેમમાં નવા નીરની આવક

ધોરાજીમાં ભારે વરસાદથી ભાદર-2 ડેમમાં નવા નીરની આવક થઇ છે. ડેમ 70% જેટલો ભરાઈ જતાં એલર્ટ આપવામાં આવ્યું છે. ડૂબમાં આવતાં લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે આદેશ કરાયો છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢના 35થી વધુ ગામમાં ખાસ એલર્ટ અપાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. પોરબંદરના માધવપુરના સમુદ્રમાં ભારે કરંટ

માધવપુરમાં સિઝનનો 15 ઈંચ વરસાદ ખાબક્યો છે. માધવપુરના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. દરિયામાં ભારે કરંટને પગલે માછીમારોએ બોટને કિનારે ખસેડી છે. વહીવટી તંત્રએ લોકોને પણ દરિયાની નજીક ન જવા સૂચના આપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં જળતાંડવ

મહુવા તાલુકાના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી બુટિયો નદીમાં પાણીની આવકમાં વધારો થયો તેમજ ઠેર-ઠેર પાણી ભરાતા મહુવાના 15 ગામ સંપર્કવિહોણા થયા છે. ‎વાઘનગર ગામને જોડતો મુખ્ય માર્ગ પણ બંધ થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર

રાજુલા તાલુકાના ભેરાઇ ગામ નજીક પાણી ઘૂસ્યા છે. ભારે વરસાદથી સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. પાણી ઘૂસી જતાં 50થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. ધારાસભ્ય હીરા સોંલકી ભેરાઇ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. વરસાદ વચ્ચે દરિયો તોફાની બનતા પોલીસ એલર્ટ

વલસાડમાં ભારે વરસાદને લઈ પોલીસ તંત્ર સજ્જ થયુ છે. વરસાદ વચ્ચે દરિયો તોફાની બનતા પોલીસ એલર્ટ બની છે. 70 કિમી લાંબા દરિયા કિનારે પોલીસનું પેટ્રોલિંગ શરૂ કરાયુ છે. સ્થાનિક માછીમારો સાથે પોલીસે સંકલન કરી કોઈપણ શંકાસ્પદ હિલચાલ મુદ્દે જાણ કરવા અપીલ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Amreli Saurashtra rain Rain forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ