બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / BJPના કોર્પોરેટરના નામે દારૂની મહેફિલનો વીડિયો વાયરલ, પોલીસ એક્શનમાં, સની ખાનચંદાણીએ કહ્યું- 'બદનામ કરવાનું ષડયંત્ર'
Last Updated: 07:45 PM, 5 July 2026
શહેરના સરદારનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર દારૂની કથિત મહેફિલમાં હાજર હોવાના ગંભીર આક્ષેપો સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ મામલો સામે આવતા જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરદારનગર પોલીસ દ્વારા આ વાયરલ વીડિયોની તટસ્થ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ, સંબંધિત કોર્પોરેટરે આ તમામ આક્ષેપોને નકારી કાઢીને પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે.
ADVERTISEMENT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ચૂંટણીમાં સરદારનગર વોર્ડમાંથી બીજી વખત વિજેતા બનેલા અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય સની ખાનચંદાણીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, મારા નામથી દારૂની મહેફિલ હોવાનો જે વીડિયો સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવ્યો છે, તેમાં હું ક્યાંય દેખાતો નથી. મેં આવી કોઈ જ પાર્ટીનું આયોજન કર્યું નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી આ કૃત્ય કરવામાં આવ્યું છે અને તેઓ આ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી રહ્યા છે.
ADVERTISEMENT
વાયરલ વીડિયો મામલે કોર્પોરેટર સન્ની ખાનચંદાનીએ કર્યો ખુલાસો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 5, 2026
અમદાવાદમાં સરદારનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર સન્ની ખાનચંદાનીનો લઈને દારૂની પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય ચર્ચા તેજ બની છે. વાયરલ વીડિયોને કોર્પોરેટરના જન્મદિવસની ઉજવણી સાથે જોડવામાં આવી રહ્યો… pic.twitter.com/LwDZTPUGwQ
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં આ વીડિયો કોર્પોરેટર સની ખાનચંદાણીની જન્મદિવસની પાર્ટીનો હોવાના દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ રેકોર્ડિંગ કરી રહ્યો છે, જેમાં અન્ય એક વ્યક્તિના હાથમાં બોટલ જેવી કોઈ વસ્તુ દેખાઈ રહી છે અને પૃષ્ઠભૂમિમાં સિંધી ભાષામાં વાતચીત થઈ રહી હોવાનું સંભળાય છે. જોકે, વીડિયોની ગુણવત્તા સ્પષ્ટ ન હોવાને કારણે તેમાં દેખાતી વ્યક્તિનું મોઢું ઓળખાતું નથી, તેમજ તે બોટલ શેની છે તે પણ સ્પષ્ટ થતું નથી.
આ પણ વાંચોઃ એલર્ટ! / 60 કિમીની ઝડપે આવી રહ્યું છે વાવાઝોડું! સાથે 20થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
ADVERTISEMENT
આ હાઈપ્રોફાઈલ મામલે સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) એસ.એ. ગોહિલે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો પોલીસના ધ્યાને આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ વીડિયો જોઈને ત્યાં ખરેખર દારૂની મહેફિલ ચાલતી હતી કે નહીં અથવા તેમાં કોર્પોરેટર પોતે હાજર છે કે નહીં તે કહી શકાય તેમ નથી. માત્ર કોર્પોરેટરના નામનો ઉલ્લેખ કરીને વીડિયો વાયરલ કરાયો હોવાથી, પોલીસ ટેકનિકલ સોર્સ અને વીડિયોની ચકાસણી કરીને સત્ય શું છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.