ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / ભાવનગરના સમાચાર / પરસોત્તમ સોલંકીના પુત્રને મળશે 2027માં ટિકિટ ? કોળી સમાજને આશા

ગુજરાત / પરસોત્તમ સોલંકીના પુત્રને મળશે 2027માં ટિકિટ ? કોળી સમાજને આશા

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:30 PM, 5 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar Politics: રાજ્યમાં 2027ની વિધાનસભા ચૂંટણીની ચર્ચા અને દાવેદારી અત્યારથી જ શરુ થઇ ગઇ છે. ભાવનગરમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને કોળી સમાજમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે.

ADVERTISEMENT

Bhavnagar Politics: રાજ્યમાં 2027ની વિધાનસભા ચૂંટણીની ચર્ચા અને દાવેદારી અત્યારથી જ શરુ થઇ ગઇ છે. ભાવનગરમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને કોળી સમાજમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવિણ કોળીએ વીટીવી સાથેની ખાસ વાતચીતમાં મહત્વનું નિવેદન આપ્યું છે.

કોળી સમાજના આગેવાન અને રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીને ચૂંટણી લડાવી મંત્રી બનાવવાની માગ થઇ રહી છે. પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીનો આવતીકાલે એટલે કે 6 જુલાઈના જન્મદિવસ છે ત્યારે તેના એક દિવસ પુર્વે 5 જુલાઈએ અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનનું નિવેદન ચર્ચા સ્પદ બન્યું છે.

Bhavnagar-Politics2

પ્રવિણ કોળીનો દાવો છે કે કોળી સમાજ પરસોતમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીને 2027ની વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જોવા માંગે છે. દિવ્યેશ સોલંકીને યુવા અને સક્રિય નેતા ગણાવતા તેમણે અનેક મુદ્દાઓ પર પોતાની વાત મૂકી છે. ‎2027ની વિધાનસભા ચૂંટણી હજુ દૂર છે, પરંતુ ભાવનગરના રાજકારણમાં અત્યારથી જ ચર્ચાઓનો માહોલ ગરમાયો છે.

Bhavnagar-Politics1

અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ જણાવ્યું હતું કે, દિવ્યેશભાઈ સોલંકી અવારનવાર શિક્ષણને લગતા કાર્યોમાં હંમેશા ખૂબ જ સક્રિય રહે છે. અમે અવારનવાર વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરીએ ત્યારે લોકો જાણવા માગે છે કે ‘દિવ્યેશભાઈ ક્યારે ચૂંટણી લડવાના છે?’ તેમણે વધુમાં કહ્યુ કે, મારી સાથે જોડાયેલા તમામ યુવાનો અને આગેવાનોની એવી માગ છે કે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં દિવ્યેશભાઈ ચૂંટણી લડે અને ધારાસભ્ય બનીને મંત્રી પદ સુધી પહોંચે. સમાજના કોઇ પ્રશ્નો હોય, શિક્ષણની બાબત હોય તો દિવ્યેશભાઈ હંમેશા સમાજ પ્રત્યે ઊંડી લાગણી અને સક્રિયતા બતાવે છે. તેથી જ આખો સમાજ તેમને 2027માં મંત્રી તરીકે જોવા માગે છે.

પ્રવીણ કોળીએ કહ્યું કે, ભાજપ ટિકિટ આપે તો સૌરાષ્ટ્રની કોઈપણ કોળી બહુમત ધરાવતી બેઠક પરથી દિવ્યેશભાઈની જીત નિશ્ચિત છે. ભાજપ પક્ષે પણ આ બાબતની નોંધ લેવી જ પડશે કે દિવ્યેશભાઈ 2027માં ચૂંટણી લડશે અને મંત્રી બનશે.

દિવ્યેશ સોલંકીએ શું કહ્યુ જાણો

દિવ્યેશ સોલંકીએ મીડિયાને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ચૂંટણી લડવાની વાત તો ઠીક છે પણ જો સમાજ માટે માથું આપવાનું થાય તો પણ તૈયાર છીએ અને વધુ માં કે પરસોતમભાઈ અને સમાજના આવેગાની જે નક્કી કરશે તે શીરો માન્ય રહેશે.

vtv app add

આ પણ વાંચોઃ એલર્ટ! / 60 કિમીની ઝડપે આવી રહ્યું છે વાવાઝોડું! સાથે 20થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

ગુજરાતના રાજકારણમાં સમાજનું વર્ચસ્વ

ગુજરાતના રાજકારણમાં કોળી સમાજ મહત્વપૂર્ણ સામાજિક અને રાજકીય પ્રભાવ ધરાવે છે. રાજ્યની અનેક વિધાનસભા બેઠકો પર આ સમાજનું નોંધપાત્ર મતબળ હોવાથી લગભગ તમામ મુખ્ય રાજકીય પક્ષો આ સમાજના પ્રતિનિધિત્વને મહત્વ આપે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પણ કોળી સમાજના નેતૃત્વ અને રાજકીય પ્રતિનિધિત્વ અંગે સમયાંતરે ચર્ચાઓ થતી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Politics Bhavnagar Parshottambhai Solanki

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ