ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / કેન્સરથી ઝઝૂમી રહી છે દિપીકા, મુસીબતમાં એકલો પડ્યો 2 વર્ષનો દીકરો

મનોરંજન / કેન્સરથી ઝઝૂમી રહી છે દિપીકા, મુસીબતમાં એકલો પડ્યો 2 વર્ષનો દીકરો

Published By: Nirav Kumar

Last Updated: 12:41 PM, 3 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટ્રેસ દીપિકા કક્કરની કેન્સર ટ્રીટમેન્ટ ચાલી રહી છે. હમણાં જ તેને બીજું ઇમ્યુનોથેરાપી સેશન પસાર કર્યું છે. જેમાં આખો પરિવાર આ સ્થિતિનો સામનો કરી રહ્યા છે.

ADVERTISEMENT

ટેલિવિઝન એક્ટ્રેસ દીપિકા કક્કર એક વર્ષથી વધુ સમયથી કેન્સર સામે ઝઝૂમી રહી છે. તાજેતરમાં તેનું બીજું ઇમ્યુનોથેરાપી સેશન પસાર કર્યું છે. આ એક્ટ્રેસે તેની સારવારની અપડેટ શેર કરી છે. જેમાં તેને એ પણ જણાવ્યું કે તેમની બીમારીની તેમના પુત્ર પર મોટી ઈમોશનલ અસર પડી છે.

આ અંગે તેના પતિ શોએબે જણાવ્યું કે તેને દીપિકાને સારવાર દરમિયાન હોસ્પિટલમાં છોડીને ઘરે પરત જવું પડશે, જેથી તે તેના પુત્ર રૂહાન સાથે રહી શકે. તે જણાવે છે કે આજે દીપિકાનું બીજું ઇન્ફ્યૂઝન છે અને અમે તેના માટે જઈ રહ્યા છીએ.

hiring vtv 1

શોએબે જણાવ્યું કે રુહાન આજે ખૂબ જ ચિડાઈ ગયો હતો. છેલ્લા એક મહિનામાં તે લાંબા સમયથી દીપિકા સાથે છે. જો દીપિકાનું ઈન્ફ્યુઝન રાત્રે થશે તો હું ઘરે પાછો જઈશ અને તેની સાથે રહીશ. જેમાં દીપિકા જણાવે છે કે આ એક મહિનામાં રુહાન ઈમોશનલ રીતે ખૂબ જ કમજોર થઈ ગયો છે. ઘણા દિવસોથી ઘર ખાલી જોઈને તેને ખૂબ જ અસર થઈ હતી, તે ખૂબ જલોનલી ફીલ કરતો હતો. જ્યારે અમે કહ્યું કે અમે આજે જઈ રહ્યા છીએ ત્યારે તે ઠીક નહોતો. સવારથી તે વારંવાર અમને ન જવા માટે કહી રહ્યો હતો પરંતુ અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે, અમારામાંથી એક તેની સાથે રહે.

થોડા મહિના પહેલા દીપિકાએ જણાવ્યું હતું કે બીમારીના કારણે તે તેના પુત્રને સમય આપી શકતી નથી. એપ્રિલમાં એક વ્લોગમાં દીપિકાએ જણાવ્યું હતું કે, 'મારા મગજમાં ઘણી બધી વાતો ચાલી રહી છે. મારી બીમારીને કારણે શોએબ ઘણી બધી બાબતોમાં બીઝી છે. અમુકવાર હું રૂહાનને સમય આપી શકતી નથી, જ્યારે હું ખૂબ થાકી જઉં છું ત્યારે હું સૂઈ જાવ છું, જો હું હોસ્પિટલમાં હોઉં તો હું રુહાન સાથે રહી શકતી નથી. જ્યારે તમે બીમાર હોવ ત્યારે બાબતો બદલાય છે, રૂટિન બદલાય છે, પ્રાથમિકતાઓ બદલાય છે અને શરીરને આરામની જરૂર પડે છે.'

વધુ વાંચો : 35 વર્ષની વયે AIDS થી ગયો આ એક્ટ્રેસનનો જીવ, નાની ઉંમરથી હતી ખરાબ લતનો શિકાર

ઉલ્લેખનીય છે કે, મંગળવારે શોએબના પિતા 37 દિવસની હોસ્પિટલમાં સારવાર બાદ ઘરે પરત ફર્યા હતા. બ્રેઈન હેમરેજ બાદ તેમને 23 મેના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. વ્લોગમાં સારા સમાચાર શેર કરતા શોએબે કહ્યું, "અમે એક મહિના અને સાત દિવસ બાદ પપ્પાને ઘરે લઈ જઈ રહ્યા છીએ. તેઓ અત્યારે સારી હાલતમાં છે, પરંતુ અમારે ખૂબ કાળજી રાખવી પડશે. હું ભગવાનનો આભારી છું કે પપ્પા ઘરે જઈ રહ્યા છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dipika Kakkar Cancer Treatment Television Actress

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ