બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજ્યમાં આગામી 7 દિવસ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

photo-story

6 ફોટો ગેલેરી

આગાહી / રાજ્યમાં આગામી 7 દિવસ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

Last Updated: 05:02 PM, 5 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નવીનતમ આગાહી અનુસાર, રાજ્યમાં હજુ આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે એટલું જ નહીં પરંતુ અનેક વિસ્તારોમાં મેઘરાજા ભુક્કા બોલાવશે.

1/6

photoStories-logo

1. રાજ્યમાં આગામી 7 દિવસ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે જામ્યું છે અને આગામી દિવસોમાં મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડે તેવી પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નવીનતમ આગાહી અનુસાર, રાજ્યમાં હજુ આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે એટલું જ નહીં પરંતુ અનેક વિસ્તારોમાં મેઘરાજા ભુક્કા બોલાવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ભારે વરસાદની આશંકા

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં જળબંબોળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. દક્ષિણ ગુજરાત

નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં આકાશી આફત તૂટી પડી શકે છે અને અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત સુરત, ભરૂચ, તાપી, નર્મદા અને છોટાઉદેપુરમાં પણ અતિભારે વરસાદની આશંકા સેવાઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સૌરાષ્ટ્ર અને દીવ

સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં પણ અતિભારે વરસાદ ખાબકી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ, તંત્ર એલર્ટ પર

આગામી દિવસોમાં લો-પ્રેશર કે સિસ્ટમ સક્રિય થવાના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાતના બંદરો (Ports) પર સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા માટે કડક આદેશ

તકેદારીના પગલાં રૂપે વહીવટી તંત્ર દ્વારા તમામ માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા માટે કડક આદેશ આપવામાં આવ્યા છે. દરિયાકાંઠાના તમામ ગામોને એલર્ટ કરી દેવાયા છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

WeatherUpdate Monsoon2026 GujaratRain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ