ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ચેક બાઉન્સ મામલે રાજપાલ યાદવ પર વધુ એક કેસ દાખલ, જાણો સમગ્ર વિવાદ
Last Updated: 01:36 PM, 5 July 2026
ADVERTISEMENT
Rajpal Yadav Cheque Bounce Case: બોલિવૂડ હાસ્ય કલાકાર રાજપાલ યાદવના જીવનની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. ફેબ્રુઆરીમાં તે ₹9 કરોડના ચેક બાઉન્સ કેસમાં તિહાર જેલમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો. હવે પ્રિયંકા ચોપરાના પૂર્વ મેનેજર પ્રકાશ જાજુએ તેમની સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. અભિનેતા સામે સમન્સ પણ જારી કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલીઓ ઓછી થતી નથી. તેમની સામે એક નવો ચેક બાઉન્સ કેસ સામે આવ્યો છે, અને તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પ્રિયંકા ચોપરાના પૂર્વ મેનેજર અને નિર્માતા પ્રકાશ જાજુએ અભિનેતા વિરુદ્ધ ચેક બાઉન્સનો આરોપ લગાવ્યો છે. રાજપાલ વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ ₹5 લાખના ચેક બાઉન્સનો હોવાનું કહેવાય છે, જ્યારે રાજપાલ પર આ કેસમાં કુલ ₹25 લાખનું દેવું છે. જાજુનો દાવો છે કે તેણે બજાર દર કરતાં નોંધપાત્ર રીતે ઓછું વ્યાજ વસૂલ્યું હતું, છતાં મુદ્દલ કે વ્યાજ ચૂકવવામાં આવ્યું નથી.
પ્રકાશ જાજુએ વાતચીત દરમિયાન જણાવ્યુ કે ચેકના માધ્યમથી લોગ ચુકવણી કરવાની હતી, જેના પર દર મહિને 2% વ્યાજ દર વસૂલવામાં આવતો હતો. આ દર તે સમયે બજાર દર કરતાં નોંધપાત્ર રીતે ઓછો હતો. તેણે સુવિધા માટે વ્યાજ માફ કર્યું અને ફક્ત મુદ્દલ રકમ માંગી. તેણે કહ્યું કે તેને વધારાનું કંઈ જોઈતું નથી. જોકે ચાર વર્ષ પછી પણ મુદ્દલ કે વ્યાજ પરત કરવામાં આવ્યું નથી. વારંવાર પૈસા પાછા માંગ્યા પછી પણ તેને ફક્ત બહાના અને કઠોર જવાબો મળ્યા.
ADVERTISEMENT
દલીલ કરવાનો કોઈ અર્થ નથી
જાજુએ કહ્યું, "મને સમજાયું કે આ બાબતે દલીલ કરવાનો કોઈ અર્થ નથી. તેથી અમે કાનૂની માર્ગ અપનાવવાનું નક્કી કર્યું. ત્યારબાદ તેઓએ ઇન્દોર નજીક મહુમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ ચેક બાઉન્સનો કેસ દાખલ કર્યો અને હવે આ મામલે સમન્સ જારી કરવામાં આવ્યા છે."
ADVERTISEMENT

આ પણ વાંચોઃ મનોરંજન / વધુ એક અભિનેત્રીએ લગ્નના 5 વર્ષ બાદ લીધા છૂટાછેડા, તન્વી ઠક્કરે ઇન્સ્ટાગ્રામ પર ઇમોશનલ નોટ શેર કરી
ADVERTISEMENT
ચેક બાઉન્સ કેસમાં જેલ જઇ ચુક્યો છે રાજપાલ
રાજપાલ યાદવની વાત કરીએ તો 2026નું વર્ષ તેના માટે સારું રહ્યું નથી. આ વર્ષે જ તેને ₹9 કરોડના ચેક બાઉન્સ કેસમાં જેલની સજા ફટકારવામાં આવી છે. 2010માં તેણે "અતા પતા લાપતા" ફિલ્મ બનાવી હતી જેના માટે તેણે ₹5 કરોડની લોન લીધી હતી. જોકે ફિલ્મ ફ્લોપ ગયા પછી તે પૈસા ચૂકવી શક્યા ન હતા. ચુકવણીમાં વિલંબને કારણે ₹5 કરોડની રકમ ₹9 કરોડ થઈ ગઈ. ફેબ્રુઆરી 2026માં તેણે આ કેસમાં તિહાર જેલમાં 12 દિવસ રહેવું પડ્યુ છે અને બાદમાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT