બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંબાજીમાં પાર્કિંગ માફિયાઓનો આતંક: ગેરકાયદે પાર્કિંગના ચક્કરમાં નિર્દોષ શ્રદ્ધાળુઓ દંડાયા

ગુજરાત / અંબાજીમાં પાર્કિંગ માફિયાઓનો આતંક: ગેરકાયદે પાર્કિંગના ચક્કરમાં નિર્દોષ શ્રદ્ધાળુઓ દંડાયા

Pravin Joshi

Last Updated: 07:28 PM, 5 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો માટે 'પાર્કિંગ માફિયા' માથાનો દુખાવો બન્યા છે. અંબાજીમાં સક્રિય થયેલા કેટલાક લેભાગુ તત્વો અને પાર્કિંગ માફિયાઓના ત્રાસના કારણે અહીં આવતા નિર્દોષ યાત્રિકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો માટે 'પાર્કિંગ માફિયા' માથાનો દુખાવો બન્યા છે. અંબાજીમાં સક્રિય થયેલા કેટલાક લેભાગુ તત્વો અને પાર્કિંગ માફિયાઓના ત્રાસના કારણે અહીં આવતા નિર્દોષ યાત્રિકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ તત્વો દ્વારા પૈસા કમાવવાની લાલચમાં યાત્રાળુઓના વાહનો નિયત સ્થળોને બદલે ગમે ત્યાં આડેધડ પાર્ક કરાવી દેવામાં આવે છે, જેના કારણે સમગ્ર પવિત્ર નગરીમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.

વેપારીઓ અને ગ્રામજનો પરેશાન

આ પાર્કિંગ માફિયાઓ યાત્રિકોના વાહનો સ્થાનિક રહીશોના ઘરની બહાર, સોસાયટીઓના નાકા પર અને બજારોમાં દુકાનોની બિલકુલ સામે પાર્ક કરાવી દે છે. આ આડેધડ પાર્કિંગના કારણે સ્થાનિક વેપારીઓનો ધંધો-રોજગાર પ્રભાવિત થઈ રહ્યો છે અને ગ્રામજનોને પોતાના ઘરની બહાર નીકળવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

માફિયાઓના પાપે યાત્રિકો દંડાયા

બજારો અને રહેણાંક વિસ્તારોમાં વાહનોના ખડકલા થઈ જતાં અંબાજીમાં કલાકો સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રાફિકની આ ગંભીર સમસ્યાને પગલે આખરે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. પોલીસે રસ્તા પર અડચણરૂપ બનેલા વાહનો સામે કડક ઝુંબેશ શરૂ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ સમગ્ર વિવાદમાં પાર્કિંગ માફિયાઓના ખોટા માર્ગદર્શનના કારણે અનેક નિર્દોષ યાત્રિકોના વાહનોને પોલીસે દંડાત્મક મેમો ફટકાર્યા છે, જેના લીધે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ એલર્ટ! / 60 કિમીની ઝડપે આવી રહ્યું છે વાવાઝોડું! સાથે 20થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોની અપીલ

અંબાજીના સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ અંબાજી આવતા તમામ શ્રદ્ધાળુઓને નમ્ર અપીલ કરી છે કે, તેઓ આસપાસના લેભાગુ તત્વોની વાતોમાં આવ્યા વિના પ્રશાસન દ્વારા નક્કી કરવામાં આવેલા અધિકૃત (નિયત) પાર્કિંગ સ્થળો પર જ પોતાના વાહનો પાર્ક કરે. આમ કરવાથી તેઓ પોલીસના દંડથી બચી શકશે અને અંબાજીની ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં પણ મોટું યોગદાન આપી શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TrafficJam ParkingMafia AmbajiDiaries
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ