બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી બન્યા બાદ ગર્ભપાત પણ કરાવ્યો
Last Updated: 03:40 PM, 4 July 2026
રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ધોરણ-12માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. એટલું જ નહીં, ન્યૂડ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપ્યો અને ગર્ભવતી બન્યા બાદ પરાણે ગર્ભપાત કરાવ્યાનો પણ આરોપ છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી એક મુખ્ય આરોપી અને તેના સગીર ભત્રીજાને ઝડપી પાડવામાં આવ્યો છે.
ADVERTISEMENT

સગીરાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
ADVERTISEMENT
મૂળ જૂનાગઢની અને હાલ રાજકોટની ગર્લ્સ હોસ્ટેલમાં રહી ધોરણ-12માં અભ્યાસ કરતી સગીરાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જૂનાગઢ જિલ્લાના માળિયાહાટી તાલુકાના કાત્રાસા ગામના અને રાજકોટના ધરમનગર વિસ્તારમાં રહેતા મુખ્ય આરોપી હર્ષદસિંહ દેવધરિયા તેના સગીર વયના ભત્રીજાને આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસ તપાસ મુજબ, બંનેની ઓળખાણ જૂનાગઢમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં સગીરા વધુ અભ્યાસ માટે રાજકોટ આવી હોસ્ટેલમાં રહેવા લાગી હતી. જોકે, આરોપી તેનો પીછો કરતાં રાજકોટ પહોંચ્યો અને પોતાના ભત્રીજાની મદદથી સગીરાને ધરમનગર સ્થિત સરકારી ક્વાર્ટરમાં લઈ ગયો હતો.

ADVERTISEMENT
શારીરિક શોષણના કારણે સગીરા ગર્ભવતી બની
સગીરાની ઇચ્છા વિરુદ્ધ અનેક વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું. સતત શારીરિક શોષણના કારણે સગીરા ગર્ભવતી બની હતી. આ વાતની જાણ થતાં આરોપીઓએ સમગ્ર મામલો છુપાવવા માટે ગર્ભપાત કરાવવાના હેતુથી દવાઓ ખવડાવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આરોપીઓએ સગીરાના ન્યૂડ ફોટા અને વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની તેમજ પરિવારને બદનામ કરવાની ધમકી આપી સતત માનસિક દબાણ કર્યું હતું. આખરે કંટાળેલી સગીરાએ પરિવારને સમગ્ર હકીકત જણાવી હતી, જેના આધારે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ જૂનાગઢમાં મેઘતાંડવ, 22 ગામોનો સંપર્ક તૂટ્યો, જનજીવન પ્રભાવિત
પોલીસ આરોપીની ધરપકડ કરી ડિજિટલ પુરાવા કબ્જે કરવાની કાર્યવાહી શરૂ કરી
ADVERTISEMENT
પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમના મોબાઇલ ફોન સહિતના ડિજિટલ પુરાવા કબજે લેવાની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ ન્યૂડ ફોટા અને વીડિયો સંબંધિત ડિજિટલ ફોરેન્સિક તપાસ પણ હાથ ધરવામાં આવી છે. પોલીસ સમગ્ર ઘટનાના દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. રાજકોટમાં સામે આવેલી આ ઘટના ફરી એકવાર સગીરાઓની સુરક્ષા અને સોશિયલ મીડિયા દ્વારા થતી બ્લેકમેઇલિંગ જેવા ગંભીર મુદ્દાઓને ઉજાગર કરે છે. હાલ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને પોલીસ સમગ્ર કેસમાં વધુ પુરાવા એકત્ર કરવાની દિશામાં તપાસ આગળ વધારી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.