બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / જૂનાગઢમાં મેઘતાંડવ, 22 ગામોનો સંપર્ક તૂટ્યો, જનજીવન પ્રભાવિત
Last Updated: 10:19 PM, 3 July 2026
જૂનાગઢ જિલ્લામાં સતત ધોધમાર વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. ભારે વરસાદના પગલે જિલ્લાના કુલ 22 ગામોનો સંપર્ક તૂટી ગયો છે. સૌથી વધુ અસર માંગરોળ તાલુકામાં જોવા મળી છે, જ્યાં લંબોરા, વીરપુર, ચોટલીવીડી, શકરાણા, શેખપુર, ખોડાદા, ભાટગામ, નવા કોટડા અને જુના કોટડા સહિત 9 ગામો સંપર્કવિહોણા બન્યા છે. જ્યારે માણાવદર તાલુકાના મટીયાણા, ઈન્દ્રા અને ભીંડોળા ગામોનો પણ સંપર્ક તૂટી ગયો છે. કેશોદ તાલુકામાં અખોદર, પાણખાણ, ગેલાણા, મઘરવાડા, રંગપુર, ચાંદીગઢ, મોટી ઘણસારી સહિત કુલ 10 ગામો સંપર્કવિહોણા બનતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી મદદ પહોંચાડવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
છેલ્લા 2 કલાકમાં માંગરોળમાં 8 ઈંચ વરસાદ પડ્યો
ADVERTISEMENT
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આજે મેઘરાજાએ તાંડવ મચાવતાં માત્ર એક જ દિવસમાં 19.61 ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા બે કલાકમાં જ આશરે 8 ઈંચ વરસાદ વરસતા સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે ગડુ–પોરબંદર હાઇવે પર પાણી ફરી વળતાં માર્ગ સંપૂર્ણપણે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. માંગરોળના ગ્રામ્ય પંથકના અનેક ગામોમાં પાણી ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત થયું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે લોકોને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સ્થળોએ રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
માણાવદરનો જીવા દોરી સમાન રસાલા ડેમ ઓવરફ્લો
જૂનાગઢ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે નદી-નાળા અને જળાશયો છલકાઈ ઉઠ્યા છે. માણાવદર માટે જીવનદોરી સમાન રસાલા ડેમ ઓવરફ્લો થતાં વહીવટીતંત્ર સતર્ક બન્યું છે. ડેમમાંથી પાણીની આવક વધતાં નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સ્થાનિક લોકોને સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ ડેમની આસપાસ લોકોના અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે તેમજ કોઈપણ વ્યક્તિએ ડેમ નજીક ન જવાની અપીલ કરી છે.
ADVERTISEMENT
ભારે વરસાદને લઈ કોઝવે પર ફસાઈ ST બસ
ADVERTISEMENT
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં પડેલા અનરાધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના પગલે વાંદરવડ ગામ નજીક આવેલ કોઝવે પર રાજ્ય પરિવહનની (ST) બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને JCBની મદદથી બસને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી. સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
ADVERTISEMENT
જૂનાગઢ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં અનેક તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને કેશોદ, માંગરોળ અને માળિયાહાટીના પંથકમાં માત્ર બે કલાકમાં જ બે ઈંચથી વધુ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે. ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જ્યારે નીચાણવાળા વિસ્તારો અને આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાઈ જતાં ખેડૂતોમાં ખુશી સાથે ચિંતા પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ સેમિકન્ડક્ટર ક્ષેત્રે આધુનિક સંશોધન અને તાલીમ માટે ટૂંક સમયમાં IIT ગાંધીનગરમાં શરૂ થશે ‘સમર્થ’
જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થતાં ખેતીને નવું જીવન મળ્યું છે અને લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આશા જાગી છે. સારા વરસાદ બાદ ખેડૂતો હવે ઉત્સાહપૂર્વક વાવેતરની તૈયારીઓમાં લાગી ગયા છે. વરસાદના આગમનની ખુશીમાં અનેક ગામોમાં લાડુ અને ભજીયા બનાવી ઉજવણી કરવામાં આવી રહી છે. જોકે, વરસાદ છતાં પીવાના પાણીની સમસ્યા હજુ યથાવત છે. હવે ખેડૂતોની નજર સાબરી ડેમ અને સ્થાનિક નદીઓ છલકાય તેની પર ટકેલી છે, જેથી સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાનો પણ કાયમી ઉકેલ મળી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.