બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદી માહોલ, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા

photo-story

7 ફોટો ગેલેરી

વરસાદની આગાહી / રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદી માહોલ, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા

Last Updated: 11:31 PM, 3 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગે આજે ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ થઇ શકે છે. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ ચેતવણી આપી છે.

1/7

photoStories-logo

1. 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા

ગુજરાતમાં હાલ ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઈ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. વિભાગ મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આજના દિવસે જૂનાગઢ અને નવસારી સહિત કુલ 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. આજે 4 જુલાઈના રોજ ક્યાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના અહેવાલ મુજબ 4 જુલાઈ 2026ના રોજ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, દાહોદ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ વરસી શકે છે, જ્યારે પોરબંદર, રાજકોટ, બોટાદ, આણંદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ઉત્તર અને કચ્છ વિસ્તારના કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. નાગરિકોને જરૂરી તકેદારી રાખવા અને અનાવશ્યક મુસાફરી ટાળવા સલાહ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. 5 જુલાઈના રોજ ક્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર 5 જુલાઈ 2026ના રોજ ગુજરાતમાં વરસાદી સ્થિતિ તીવ્ર રહેવાની શક્યતા છે. સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અતિથી અતિભારે વરસાદ વરસી શકે છે, જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જૂનાગઢ, રાજકોટ, વડોદરા, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. બીજી તરફ પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. રાજ્યભરમાં વરસાદી માહોલને પગલે નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. 6 જુલાઈના રોજ ક્યાં અતિભારે વરસાદની આગાહી

6 જુલાઈના રોજ નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અતિથી અતિભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, સુરત, તાપ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. ગીર સોમનાથ, અમરેલી, ભરુચ, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. 7 જુલાઈના રોજ ક્યાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ 7 જુલાઈ 2026ના રોજ ગુજરાતના દક્ષિણ ભાગના નવસારી, ડાંગ, તાપી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, આણંદ, ખેડા, મહીસાગર, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે. રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. 8 જુલાઈના રોજ ક્યાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ 8 જુલાઈ 2026ના રોજ ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે ડાંગ, નવસારી, તાપી, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના અન્ય વિસ્તારો જેમ કે સુરત, નર્મદા, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, આણંદ, ખેડા, મહીસાગર, સાબરકાંઠા અને અરવલ્લીમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. 9 જુલાઈના રોજ ક્યા ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 9 જુલાઈ 2026ના રોજ વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, આણંદ, ખેડા, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

gujarat rain alert gujarat heavy rain forecast gujarat weather update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ