બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સરકારના કડક પગલાંનો મેટાએ આપ્યો જવાબ! 'અમે AI અને એક્સપર્ટ્સની મદદથી કરી રહ્યા છીએ કડક કાર્યવાહી'
Last Updated: 11:49 PM, 3 July 2026
વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપનીઓમાં સામેલ મેટા (Meta) એ બાળકોના જાતીય શોષણ સાથે જોડાયેલી સામગ્રી વિરૂદ્ધ પોતાની કડક નીતિનો પુનરોચ્ચાર કર્યો છે. કંપનીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેના પ્લેટફોર્મ પર આવા કન્ટેન્ટની માંગ કરવી, તેને શેર કરવું કે તેનો પ્રચાર કરવો સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. જેમાં જાહેરાતો (Ads) ના માધ્યમથી આવી સામગ્રી ફેલાવવાનો પ્રયાસ પણ સામેલ છે. મેટાનું કહેવું છે કે આવા મામલાઓમાં તેની 'ઝીરો ટોલરન્સ પોલીસી' લાગુ થાય છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાનૂની અને ટેકનિકલ કાર્યવાહી કરવામાં આવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
બીબીસી (BBC) ના એક ચોંકાવનારા અહેવાલમાં સામે આવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક એવી પેઇડ (Paid) જાહેરાતો જોવા મળી હતી જેમાં 'ચાઇલ્ડ વિડીયો' જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ જાહેરાતોની સાથે જે લિંક્સ આપવામાં આવી હતી તે યુઝર્સને ટેલિગ્રામ ચેનલ પર લઈ જતી હતી, જ્યાં અશ્લીલ કન્ટેન્ટ વેચવામાં આવી રહ્યું હતું. રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે કેટલુંક કન્ટેન્ટ તો માત્ર 99 રૂપિયા જેટલી ઓછી કિંમતે પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું હતું.
આ ગંભીર બાબત સામે આવ્યા બાદ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે મંત્રાલયના અધિકારીઓને કડક નિર્દેશ આપ્યા છે કે તેઓ આ મુદ્દે મેટા (Meta) ના સત્તાધિશોને સમન્સ પાઠવે એટલે કે તેમને રૂબરૂ તેડું મોકલે. ભારતમાં ઇન્સ્ટાગ્રામ પર બાળકો સાથે જોડાયેલી કથિત અશ્લીલ જાહેરાતોને પ્રોત્સાહન આપવાના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મેટા કંપનીના જણાવ્યા અનુસાર, તેઓ પોતાના પ્લેટફોર્મ પરથી આવી આપત્તિજનક સામગ્રીની ઓળખ કરવા માટે એડવાન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આ AI સિસ્ટમ શંકાસ્પદ ગતિવિધિઓ અને નિયમોનું ઉલ્લંઘન કરતા કન્ટેન્ટને યુઝર્સ સુધી પહોંચે તે પહેલાં જ ટ્રેક કરીને હટાવવાનો પ્રયાસ કરે છે, જેથી પ્લેટફોર્મને વધુ સુરક્ષિત બનાવી શકાય.
ADVERTISEMENT
કંપનીએ જણાવ્યું કે વિશ્વભરમાં તેના પ્લેટફોર્મનો ઉપયોગ આશરે 3.5 અબજ (3.5 Billion) લોકો કરે છે. આટલા વિશાળ યુઝર બેઝ વચ્ચે કેટલાક ગુનેગારો પોતાની સાચી ઓળખ છુપાવીને પ્લેટફોર્મનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરે છે. આવા તત્વો સુરક્ષા વ્યવસ્થાથી બચવા માટે સતત નવા રસ્તાઓ અપનાવે છે, તેથી મેટા પણ પોતાની સુરક્ષા ટેકનોલોજી અને મોનિટરિંગ સિસ્ટમને સતત અપગ્રેડ અને મજબૂત બનાવી રહી છે.
ADVERTISEMENT
મેટાની એક્સપર્ટ ટીમો ગુનેગારોને પ્લેટફોર્મ પરથી દૂર કરવા માટે નવીનતમ તકનીકો વિકસાવી રહી છે. આ સાથે જ જે વેબસાઇટ્સ ચાઇલ્ડ એબ્યુઝ કન્ટેન્ટને પ્રોત્સાહન આપે છે તેની લિંક્સને પણ બ્લોક કરવામાં આવી રહી છે. મેટા આ નેટવર્કને તોડવા માટે અન્ય ટેક કંપનીઓ અને સંબંધિત તપાસ એજન્સીઓ સાથે પણ જરૂરી ડેટા શેર કરી રહી છે, જેથી બાળકો અને કિશોરો માટે એક સુરક્ષિત ડિજિટલ માહોલ તૈયાર કરી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.