બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હવામાન વિભાગનું એલર્ટ, રાજ્યમાં ભારે વરસાદ સાથે 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન અપડેટ / હવામાન વિભાગનું એલર્ટ, રાજ્યમાં ભારે વરસાદ સાથે 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Last Updated: 11:13 PM, 4 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

1/6

photoStories-logo

1. રાજ્યમાં હજુ પણ વરસાદનું જોર યથાવત

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઈ છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. વિભાગ મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 5 જુલાઈના રોજ ક્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર 5 જુલાઈ 2026ના રોજ ગુજરાતમાં વરસાદી સ્થિતિ તીવ્ર રહેવાની શક્યતા છે. સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અતિથી અતિભારે વરસાદ વરસી શકે છે, જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જૂનાગઢ, રાજકોટ, વડોદરા, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. બીજી તરફ પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. રાજ્યભરમાં વરસાદી માહોલને પગલે નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. 6 જુલાઈના રોજ ક્યાં અતિભારે વરસાદની આગાહી

6 જુલાઈના રોજ નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અતિથી અતિભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, સુરત, તાપ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. ગીર સોમનાથ, અમરેલી, ભરુચ, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 7 જુલાઈના રોજ ક્યાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ 7 જુલાઈ 2026ના રોજ ગુજરાતના દક્ષિણ ભાગના નવસારી, ડાંગ, તાપી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, આણંદ, ખેડા, મહીસાગર, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે. રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. 8 જુલાઈના રોજ ક્યાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ 8 જુલાઈ 2026ના રોજ ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે ડાંગ, નવસારી, તાપી, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના અન્ય વિસ્તારો જેમ કે સુરત, નર્મદા, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, આણંદ, ખેડા, મહીસાગર, સાબરકાંઠા અને અરવલ્લીમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 9 જુલાઈના રોજ ક્યા ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 9 જુલાઈ 2026ના રોજ વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, આણંદ, ખેડા, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

gujarat rain alert gujarat heavy rain forecast gujarat weather update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ