ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'વેલકમ ટુ ધ જંગલ'એ 100 કરોડના ક્લબમાં મારી એન્ટ્રી

બોલિવૂડ / 'વેલકમ ટુ ધ જંગલ'એ 100 કરોડના ક્લબમાં મારી એન્ટ્રી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:10 PM, 4 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Welcome To The Jungle BO Collection: અક્ષય કુમારની કોમેડી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' એ બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કર્યું છે. ફિલ્મે માત્ર 9 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કર્યો છે.

ADVERTISEMENT

અક્ષય કુમારની કોમેડી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' એ બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કર્યું છે. ફિલ્મે માત્ર 9 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કર્યો છે.

અક્ષય કુમારની કોમેડી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' રિલીઝ થયા પછીથી જ હિટ રહી છે. લોકો ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. 'ભૂત બંગલા' પછી તે 2026ની અક્ષયની બીજી સૌથી મોટી હિટ ફિલ્મ બની ગઈ છે. એવામાં હવે ફિલ્મએ માત્ર 9 દિવસમાં 100 કરોડ ક્લબમાં પ્રવેશી ગઈ છે. તો ચાલો તમને જણાવીએ કે તે તેના બજેટના કેટલા ટકા રિકવર થઈ છે.

'વેલકમ ટુ ધ જંગલ' ના નવમા દિવસના કલેક્શન

'વેલકમ ટુ ધ જંગલ' એ બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કરી રહીછે. સેકનિલ્કના રિપોર્ટ મુજબ ફિલ્મે પહેલા અઠવાડિયામાં 93.15 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજા અઠવાડિયાની પણ શરૂઆત સારી રહી હતી.

સેકનિલ્ક મુજબ ફિલ્મે બીજા શુક્રવારે 8મા દિવસે ₹4.50 કરોડનું કલેક્શન કર્યું.

દરમિયાન ફિલ્મે 9મા દિવસે રાત્રે 8:30 વાગ્યા સુધીમાં ₹3.85 કરોડનું કલેક્શન કર્યું.

આ પછી ફિલ્મનું ભારતમાં ચોખ્ખું કલેક્શન ₹101.50 કરોડ પર પહોંચી ગયું છે.

'વેલકમ ટુ ધ જંગલ' તેના બજેટના કેટલા ટકા રિકવર થયું?

જોકે 'વેલકમ ટુ ધ જંગલ'ના બજેટ અને તેની રિકવરીના ટકાવારી વિશે વાત કરીએ તો સેકનિલ્ક મુજબ ફિલ્મનું વિશ્વવ્યાપી કલેક્શન ₹143.27 કરોડ પર પહોંચી ગયું છે, જ્યારે કોઈમોઈ અનુસાર તેનું બજેટ ₹125 કરોડ હતું. આ હિસાબથી ફિલ્મનો નફો માત્ર 9 દિવસમાં 14.62% પર પહોંચી ગયો છે.

vtv app add

આ પણ વાંચોઃ મનોરંજન / કેન્સરથી ઝઝૂમી રહી છે દિપીકા, મુસીબતમાં એકલો પડ્યો 2 વર્ષનો દીકરો

'વેલકમ ટુ ધ જંગલ' વિશે

જોકે 'વેલકમ ટુ ધ જંગલ'માં 30 કલાકારોનો સમાવેશ થાય છે. અહેમદ ખાન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષય કુમાર, દિશા પટણી, જેક્લીન ફર્નાન્ડીઝ, સુનિલ શેટ્ટી, જેકી શ્રોફ અને અન્ય કલાકારો છે.

વેલકમ ટુ ધ જંગલ એ અક્ષય કુમારની 2026 ની બીજી મોટી હિટ ફિલ્મ બની છે. આ અભિનેતાએ અગાઉ 'ભૂત બંગલા' ફિલ્મ સાથે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. આ હોરર કોમેડી ફિલ્મની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Box office collection Welcome To The Jungle Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ