બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, RPF જવાને મુસાફરનો જીવ બચાવ્યો

VIDEO / રાજકોટ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, RPF જવાને મુસાફરનો જીવ બચાવ્યો

Vishal Khamar

Last Updated: 10:53 PM, 4 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જકોટ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના સર્જાવા રહી જવા પામી છે. જેમાં ચાલુ ટ્રેને ચડવા જતા એક મુસાફરે સંતુલન ગુમાવતા તેનો પગ લપસી ગયો હતો. અને મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ જવા પામ્યો હતો. રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ તાત્કાલીક દોડી જઈ મુસાફરનો જીવ બચાવ્યો હતો.

રાજકોટ રેલવે સ્ટેશન પર શનિવારે સવારે એક ગંભીર અકસ્માત સહેજમાં ટળી ગયો હતો. મડગાંવ-હાપા એક્સપ્રેસ ટ્રેનમાં ચાલુ હાલતમાં ચડવાનો પ્રયાસ કરનાર એક મુસાફરનો પગ લપસી જતા તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગયો હતો. જોકે, નજીકમાં હાજર રેલવે સુરક્ષા દળ (RPF)ના હેડ કોન્સ્ટેબલની સમયસૂચકતા અને બહાદુરીને કારણે મુસાફરનો જીવ બચી ગયો હતો.

સંતુલન ગુમાવતા તેનો પગ લપસી ગયો

મળતી માહિતી મુજબ, સવારે અંદાજે 10:50 વાગ્યે મડગાંવ-હાપા એક્સપ્રેસ રાજકોટ સ્ટેશન પરથી રવાના થઈ રહી હતી. તે દરમિયાન એક મુસાફર દોડતો આવી ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ અચાનક સંતુલન ગુમાવતા તેનો પગ લપસી ગયો અને તે પ્લેટફોર્મ તથા ટ્રેન વચ્ચે ફસાઈ ગયો.

મુસાફરને સુરક્ષિત રીતે બચાવી લીધો

આ ઘટનાની નજીક જ RPF સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મધુરાજસિંહ જાડેજા હાજર હતા. તેમણે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર મુસાફરના હાથને મજબૂતીથી પકડી પોતાની તરફ ખેંચી લીધો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી અને મુસાફર સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યો.

CCTV કેમેરામાં કેદ થઈ

આ સમગ્ર ઘટના સ્ટેશન પર લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં RPF જવાનની સતર્કતા અને બહાદુરીની પ્રશંસા કરવામાં આવી રહી છે.

મુસાફરના પરિવારજનોએ રેલવે પોલીસનો આભાર માન્યો

જીવ બચી જતા મુસાફર અને તેમના પરિવારજનોએ હેડ કોન્સ્ટેબલ મધુરાજસિંહ જાડેજાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, રેલવે પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પણ તેમની બહાદુરી અને ફરજ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી હતી.

આ પણ વાંચોઃ 'વર્ષે 20 કરોડ ચિપ નીકળશે' PM મોદીએ સાણંદમાં CG સેમિ. OSAT પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું

રેલવેની મુસાફરોને અપીલ

રેલવે તંત્રએ મુસાફરોને અપીલ કરી છે કે પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ક્યારેય ચાલુ ટ્રેનમાં ચડવાનો કે ઉતરવાનો પ્રયાસ ન કરે. થોડા ક્ષણોની ઉતાવળ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Rajkot Railway Police Rajkot News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ