બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:30 PM, 4 July 2026
ગુજરાતમાં શિક્ષક તરીકે સરકારી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે TAT (શિક્ષક અભિરુચિ કસોટી) પ્રાથમિક પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત 3 મે, 2026ના રોજ રાજ્યભરમાં 200 ગુણની આ લેખિત પરીક્ષા યોજાઈ હતી, જેમાં હજારો આશાસ્પદ ઉમેદવારોએ ભાગ લીધો હતો.
ADVERTISEMENT
બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પર નજર કરીએ તો ઉમેદવારોએ આ પરીક્ષામાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે:
ADVERTISEMENT
ગુજરાતી માધ્યમ: આ માધ્યમમાં કુલ 1,81,520 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 120 કરતાં વધુ ગુણ મેળવનારા તેજસ્વી ઉમેદવારોની સંખ્યા 3,465 નોંધાઈ છે. જ્યારે 100થી વધુ ગુણ મેળવવામાં 25,594 ઉમેદવારો સફળ રહ્યા છે.
અંગ્રેજી માધ્યમ: અંગ્રેજી માધ્યમમાં કુલ 3,510 ઉમેદવારો પરીક્ષામાં સફળ જાહેર થયા છે. જેમાં 120થી વધુ ગુણ મેળવનારા 163 ઉમેદવારો છે, જ્યારે 100થી વધુ ગુણ લાવવામાં 850 ઉમેદવારો સફળ રહ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રાજ્ય પરીક્ષા બોર્ડે બંને માધ્યમોનું પરિણામ પોતાની સત્તાવાર વેબસાઇટ પર મૂકી દીધું છે. ઉમેદવારો નીચે મુજબ સરળ સ્ટેપ્સથી પોતાનું સ્કોરકાર્ડ જોઈ શકે છે. સૌ પ્રથમ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.sebexam.org પર જાઓ. ત્યાં પોતાનો બેઠક નંબર (Seat Number) અને જન્મ તારીખ (Date of Birth) દાખલ કરો. આ વિગતો સબમિટ કરતાં જ સ્ક્રીન પર પરિણામ ઓનલાઈન જોઈ શકાશે અને સ્કોરકાર્ડ પણ ડાઉનલોડ કરી શકાશે.
ADVERTISEMENT
જે ઉમેદવારો પોતાની OMR શીટની પુનઃચકાસણી (રિચેકિંગ) કરાવવા માંગતા હોય, તેઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
સમયગાળો: તા. 7 જુલાઈ, 2026થી 15 જુલાઈ, 2026 સુધી (કામકાજના દિવસોમાં).
ADVERTISEMENT
સમય: સવારે 11:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધી.
પ્રક્રિયા: ઉમેદવારે રાજ્ય પરીક્ષા બોર્ડ, સેક્ટર-21, ગાંધીનગર ખાતે રૂબરૂ જવાનું રહેશે. ત્યાં પોતાની હોલ ટિકિટ સાથે એક લેખિત અરજી આપવાની રહેશે અને રૂ. 100/- ફી પેટે જમા કરાવવાના રહેશે. આ ચકાસણી ઉમેદવારની રૂબરૂમાં જ કરી આપવામાં આવશે.
પ્રાથમિક પરીક્ષામાં ક્વોલિફાય થયેલા ઉમેદવારો માટે હવે પછીનો પડકાર મુખ્ય (મેઈન્સ) પરીક્ષાનો રહેશે. ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમની મુખ્ય પરીક્ષાનું સંભવિત આયોજન 16 ઓગસ્ટ, 2026ના રોજ કરવામાં આવ્યું છે.
મહત્વની નોંધ
મુખ્ય પરીક્ષા આપવા પાત્ર ઉમેદવારોએ કોઈ અલગથી આવેદન પત્ર (ફોર્મ) ભરવાનું રહેશે નહીં કે કોઈ વધારાની ફી ચૂકવવાની રહેશે નહીં. મુખ્ય પરીક્ષાની હોલ ટિકિટ અને તેને લગતી અન્ય અપડેટ્સ મેળવવા માટે ઉમેદવારોએ સતત બોર્ડની સત્તાવાર વેબસાઇટ ચેક કરતા રહેવું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.