ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:45 PM, 4 July 2026
ADVERTISEMENT
Bihar News: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બિહારના ભાજપના ધારાસભ્ય રાજુ કુમાર સિંહને 2018ના ઉજવણી દરમિયાન થયેલા ફાયરિંગ કેસમાં ચાર વર્ષની જેલની સજા ફટકારી છે, જેમાં નવા વર્ષની પાર્ટી દરમિયાન ગોળી વાગી હતી અને અર્ચના ગુપ્તાનું મોત થયું હતું. કોર્ટે ધારાસભ્યને પીડિત પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.
ADVERTISEMENT
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શનિવારે બિહારના ભાજપના ધારાસભ્ય રાજુ કુમાર સિંહને 2018ના ફાયરિંગ કેસમાં ચાર વર્ષની જેલની સજા ફટકારી છે, તેઓ અત્યારે બિહારના મુજફ્ફરપુર જિલ્લાની સાહેબગંજ વિધાનસભા સીટના બીજેપીના ધારાસભ્ય છે. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું. કોર્ટે ધારાસભ્યને 25 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ સજાની જાહેરાત કરતા કહ્યું કે દોષિતને ભારતીય દંડ સંહિતાની કલમ 304 ભાગ II હેઠળ ચાર વર્ષની સાદી કેદ અને આર્મ્સ એક્ટ હેઠળ બે મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે.
ADVERTISEMENT
કોર્ટે એમ પણ કહ્યું કે દંડની રકમ પીડિત પરિવારને વળતર તરીકે આપવામાં આવશે. બિહારના સાહિબગંજના ભાજપના ધારાસભ્ય રાજુ કુમાર સિંહે પ્રોબેશન પર રિહાઇની માંગ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે તેમનો કોઈનો જીવ લેવાનો કોઈ ઈરાદો નહોતો અને જનપ્રતિનિધિ તરીકેનો તેમનો રેકોર્ડ બેદાગ છે. રાજુ કુમાર સિંહ (56 વર્ષ) ને IPC ની કલમ 304 પાર્ટ II હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જેનો અર્થ ગેર ઇરાદતન હત્યાના ગુનામાં દોષિત ઠેરવાયા છે. આ સિવાય તેમનને આર્મ્સ એક્ટ હેઠળ લાઇસન્સની શરતોનું ઉલ્લંઘન કરવામાં પણ દોષી ઠેરવવામાં આવ્યા છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેશનલ / પતિને મારીને બાથરુમમાં દફનાવી દીધો, રુબીના કબૂલનામાથી પોલીસના ઉડ્યા હોશ
ઉજવણી દરમિયાન ફાયરિંગમાં એક મહિલા ડોક્ટરનું મોત થયું
ADVERTISEMENT
આ ઘટના 31 ડિસેમ્બર 2018 ના બની હતી, જ્યારે રાજુ કુમાર સિંહે દિલ્હીના વસંત કુંજ સ્થિત તેમના ફાર્મહાઉસમાં નવા વર્ષની પાર્ટીનું આયોજન કર્યું હતું. ઉજવણી દરમિયાન રાજુ કુમાર સિંહે ગોળી ચલાવી હતી જે ડૉ. અર્ચના ગુપ્તાને વાગી હતી. તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. તપાસ બાદ દિલ્હી પોલીસે રાજુ કુમાર સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા હતા અને હવે તેમની સજા જાહેર કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT