બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પતિને મારીને બાથરુમમાં દફનાવી દીધો, રુબીના કબૂલનામાથી પોલીસના ઉડ્યા હોશ

નેશનલ / પતિને મારીને બાથરુમમાં દફનાવી દીધો, રુબીના કબૂલનામાથી પોલીસના ઉડ્યા હોશ

Pravin Joshi

Last Updated: 04:03 PM, 4 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના આગ્રામાંથી હૃદય કંપાવી દેનારો 'દ્રશ્યમ' ફિલ્મ જેવો કિસ્સો સામે આવ્યો છે. એક પત્નીએ રોજ-રોજના ઘરેલું ટોર્ચરથી કંટાળીને પતિની હત્યા કરી અને લાશને પોતાના જ ઘરના બાથરૂમના ભોંયતળિયે દાટી દીધી હતી.

દોઢ મહિનાથી એક પરિવાર પોતાના ગુમ થયેલા વહાલસોયા ભાઈની શોધમાં દર-દર ભટકી રહ્યો હતો. આંખો પથરાઈ ગઈ હતી, પોલીસ સ્ટેશનના ધક્કા ખાવામાં આવી રહ્યા હતા અને ભાઈ પોતાની સાથે ગુમ થયેલા ભાઈની તસવીર લઈને દરેક જગ્યાએ ખાખ છાણી રહ્યો હતો. પરંતુ કોઈને કાનોકાન ખબર નહોતી કે જે ભાઈને તેઓ આખી દુનિયામાં શોધી રહ્યા છે, તે કોઈ દૂર નહીં પણ તેમના પોતાના જ ઘરની અંદર લાશ બનીને દટાયેલો છે. ઉત્તર પ્રદેશના આગ્રાના સિકંદરા વિસ્તારમાંથી એક એવી ભયાનક ઘટના સામે આવી છે, જેણે પોલીસ પ્રશાસનથી લઈને સામાન્ય જનતાના હોશ ઉડાવી દીધા છે. એક પત્નીએ માત્ર પોતાના પતિની નિર્મમ હત્યા જ ન કરી, પરંતુ ગુનાને છુપાવવા માટે લાશને પોતાના જ ઘરના બાથરૂમના ફ્લોર નીચે દફનાવી દીધી.

Crime-simple

રોજનું ટોર્ચર, દારૂની લત અને એ ભયાનક રાત

પોલીસના સિકંજામાં આવેલી આરોપી પત્ની રૂબીએ પૂછપરછમાં જે ખુલાસા કર્યા છે, તેણે આ સમગ્ર કેસના રહસ્ય પરથી પડદો હટાવી દીધો છે. મૃતક પતિ સુરેન્દ્ર શર્મા બેરોજગાર હતો અને તેને દારૂની ભારે લત હતી. તે રોજ રાત્રે દારૂના નશામાં ધૂત થઈને ઘરે આવતો અને પત્ની રૂબી સાથે અત્યંત નિર્દયતાથી મારપીટ કરતો હતો. ઘરનો ખર્ચ પણ સુરેન્દ્રની માતાને મળતા પેન્શનથી જેમ-તેમ ચાલતો હતો. રૂબીએ પોલીસ સમક્ષ કબૂલ કર્યું કે તે વર્ષોથી આ ઘરેલું હિંસા અને રોજ-રોજનું ટોર્ચર સહન કરી રહી હતી. પરંતુ 26 મેની રાત્રે પાણી માથા પરથી પસાર થઈ ગયું. સુરેન્દ્રએ ફરી એકવાર નશાની હાલતમાં રૂબીને ઢોર માર માર્યો. બસ, આ જ મોડ પર રૂબીના માથે ખૂન સવાર થઈ ગયું અને તેણે આ રોજની પીડાનો કાયમી અંત લાવવાનું નક્કી કરી લીધું. મોકો મળતા જ રૂબીએ સુરેન્દ્રને મોતને ઘાટ ઉતારી દીધો.

crime-simple-new-logo

45 દિવસ સુધી ઘરમાં જ દટાયેલું રહ્યું રહસ્ય

હત્યા બાદ સૌથી મોટો પડકાર લાશનો નિકાલ કરવાનો હતો. રૂબીએ આ માટે પોતાનો શાતિર મગજ ચલાવ્યો. તેણે ઘરની અંદર બનેલા બાથરૂમના ફ્લોરને ખોદ્યો, એક ઊંડો ખાડો તૈયાર કર્યો અને સુરેન્દ્રના શવને ત્યાં દાટીને ઉપરથી ફ્લોરને ફરીથી સિમેન્ટથી પાકો કરી દીધો. બીજી તરફ, જ્યારે પરિવારજનોને સુરેન્દ્રનો કોઈ પતો ન મળ્યો, ત્યારે તેના ભાઈ અનિલ શર્માએ સમય બગાડ્યા વિના સિકંદરા પોલીસ સ્ટેશનમાં ગુમશુદગીની ફરિયાદ નોંધાવી. પોલીસ કેસ નોંધીને તપાસમાં લાગી ગઈ. આશ્ચર્યની વાત એ છે કે પોલીસ લગભગ 45 દિવસ સુધી સુરેન્દ્રની શોધમાં ભટકતી રહી. તપાસ અધિકારીઓ ઘણી વખત એ જ ઘરમાં આવ્યા, પરિવારની પૂછપરછ કરી, પરંતુ કોઈને શંકા સુદ્ધાં ન ગઈ કે જે બાથરૂમમાં તેઓ રોજ નહવા-ધોવાનું કામ કરી રહ્યા છે, તેની બરાબર નીચે સુરેન્દ્રની લાશ સડી રહી હતી.

અડધી રાત્રે સાસુ સામે ગુનો કબૂલ્યો

પોલીસની ટીમ રૂબીના ઘરે તપાસ માટે પહોંચી હતી અને કેટલાક સવાલ-જવાબ કરીને પરત ફરી હતી. પરંતુ કદાચ કાયદાના ડર અને પોતાના જ પાપના બોજ નીચે રૂબી અંદરથી તૂટી ચૂકી હતી. તે જ રાત્રે રૂબીએ પોતાની સાસુ સમક્ષ એ ભયાનક સત્ય ઓકી દીધું, જેને સાંભળીને વૃદ્ધ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. રૂબીએ રડતા રડતા કબૂલ્યું કે સુરેન્દ્ર ક્યાંય ગાયબ નથી થયો, પણ તેણે જ તેની હત્યા કરીને લાશ બાથરૂમમાં દાટી દીધી છે. સાસુએ તરત જ આ વાત સુરેન્દ્રના ભાઈ અનિલને જણાવી અને અનિલે પોલીસને ફોન કર્યો. અડધી રાત્રે સાયરન વગાડતી પોલીસ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને રૂબીને કસ્ટડીમાં લીધી.

વધુ વાંચો: પંજાબ કોંગ્રેસમાં મોટી હલચલ, અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા કોંગ્રેસી સાંસદ સુખજિંદર સિંહ રંધાવા

બાથરૂમ ખોદતા જ નીકળ્યો નરકંકાલ

પોલીસ કસ્ટડીમાં આવતા જ રૂબીએ અધિકારીઓ સમક્ષ પોતાનો ગુનો સ્વીકારી લીધો. તેની નિશાનદેહી પર 3 જૂલાઈ, 2026 ના રોજ પોલીસની ટીમ પાવડા અને કોદાળી લઈને ઘરના બાથરૂમમાં દાખલ થઈ. જેવા જ ફ્લોરને તોડીને ખોદકામ શરૂ કરાયું, ત્યાં હજાર દરેક વ્યક્તિના કાળજા કંપી ઉઠ્યા. ખાડાની અંદરથી સુરેન્દ્ર શર્માનો નરકંકાલ મળી આવ્યો. પોલીસે તરત જ ફોરેન્સિક ટીમને બોલાવી. કાનૂની ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ, હાડકાં અને અવશેષોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે જેથી મોતના ચોક્કસ સમય અને કારણની ખબર પડી શકે. હવે સિકંદરા પોલીસ સામે સૌથી મોટો સવાલ એ છે કે શું રૂબીએ એકલીએ જ આટલી મોટી ઘટનાને અંજામ આપ્યો અને આટલી સફાઈથી લાશ દાટી દીધી? કે પછી આ મર્ડર પ્લાનિંગમાં ઘરની અંદર કે બહારની કોઈ અન્ય વ્યક્તિ પણ સામેલ હતી? હાલમાં પોલીસ મોબાઈલ લોકેશન અને અન્ય પુરાવાઓ ચકાસી રહી છે અને આરોપી પત્ની રિમાન્ડ હેઠળ જેલના સળિયા પાછળ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AgraMurder DrishyamInRealLife CrimeNews
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ