બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / PM મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા, સીધા સાણંદમાં જઈને CG સેમી. OSAT પ્લાન્ટનું કરશે લોકાર્પણ
Last Updated: 04:39 PM, 4 July 2026
PM Narendra Modi : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. તે પહેલા વડાપ્રધાને રાજસ્થાનના બાલોત્રામાં તેઓ આશરે ₹1.06 લાખ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું.. જે બાદ તેઓ ગુજરાતમાં આવી પહોંચ્યા હતા અને ધોલેરા-સુરતમાં નવા પ્લાન્ટ શરૂ કરાવશે. પીએમઓ દ્વારા જારી કરાયેલી પ્રેસ રિલીઝ અનુસાર આનાથી માળખાગત સુવિધાઓ, રોકાણ, રોજગાર અને આર્થિક વિકાસને વેગ મળશે.
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 જુલાઈ શનિવારના રાજસ્થાન અને ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેઓ બંને રાજ્યોમાં અનેક મોટા વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું.
A press release by PMO reads, "PM to visit Rajasthan and Gujarat on 4 July. PM to dedicate, inaugurate, and lay the foundation stone for development projects worth around Rs 1.06 lakh crore in Balotra." pic.twitter.com/d0x5xPMWOA
— Press Trust of India (@PTI_News) July 3, 2026
ADVERTISEMENT
બાલોત્રામાં ₹1.06 લાખ કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના બાલોત્રામાં આશરે ₹1.06 લાખ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યું, નવા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને અનેક યોજનાઓનો શિલાન્યાસ કર્યું આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય રોડ, રેલ, ઉર્જા, ઉદ્યોગ અને અન્ય માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવાનો છે.
ADVERTISEMENT
રાજસ્થાનના વિકાસને નવી ગતિ મળશે
આ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટનથી રાજસ્થાનમાં રોકાણ વધશે, રોજગારની નવી તકો ઊભી થશે અને સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવવામાં આવશે. વધુમાં, સુધારેલ પરિવહન અને કનેક્ટિવિટી વેપાર અને આર્થિક પ્રવૃત્તિને નોંધપાત્ર રીતે લાભ આપશે.
ADVERTISEMENT
ગુજરાતમાં પણ અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો
રાજસ્થાન પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જ્યાં તેઓ વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે. આ પ્રોજેક્ટ્સ રાજ્યમાં માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા અને વિકાસના પ્રયાસોને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ધોલેરા-સુરતમાં નવા પ્લાન્ટ શરૂ કરાવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાત / હવે તલાટી મંડળે સરકાર સામે બાંયો ચડાવી, પંચાયત સિવાયના કોઈ પણ મહેસુલી કામ નહીં કરે
વિકસિત ભારતના લક્ષ્ય તરફ એક મોટું પગલું
ADVERTISEMENT
પીએમઓ તરફથી એક પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે આ પ્રોજેક્ટ્સનો હેતુ સમગ્ર દેશમાં આધુનિક માળખાગત સુવિધાઓનો વિસ્તાર કરવાનો અને વિકાસને વેગ આપવાનો છે. કેન્દ્ર સરકાર માને છે કે આવા મોટા રોકાણો આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો કરશે, રોજગારીની તકો ઊભી કરશે અને 'વિકસિત ભારત'ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
સાણંદમાં પીએમનું થશે આગમન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 જુલાઈ 2026 ના રાજસ્થાન અને ગુજરાત આવી પહોંચ્યા હતા. સવારે લગભગ 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી જોધપુર એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને જોધપુરમાં સંશોધિત ઉડાન યોજનાનો શુભારંભ કરશે. ત્યારબાદ બપોરે લગભગ 12:15 વાગ્યે તેઓ આશરે ₹1.06 લાખ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું સમર્પિત, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા માટે બાલોત્રા જશે. તેઓ આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.
ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા હતા. સાંજે લગભગ 4:30 વાગ્યે પ્રધાનમંત્રી અમદાવાદના સાણંદમાં CG SEMI આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ (OSAT) સુવિધાનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.