બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / PM મોદીએ સાણંદમાં સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું, યુવા એન્જિનિયરો સાથે વાતચીત કરી

ગાંધીનગર / PM મોદીએ સાણંદમાં સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું, યુવા એન્જિનિયરો સાથે વાતચીત કરી

Vishal Khamar

Last Updated: 05:42 PM, 4 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સાણંદ GIDC ખાતે CG સેમિ પ્રા. લિ.ની અત્યાધુનિક આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફના મહત્વપૂર્ણ પગલાને વધુ મજબૂતી મળી છે. ઉદ્ઘાટન બાદ વડાપ્રધાને પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું અને વિવિધ સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્રક્રિયાઓ વિશે માહિતી મેળવી.

આ પ્રોજેક્ટને ભારત સરકારના ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ ફેબ્રુઆરી 2024માં કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી હતી. અંદાજે રૂ. 7,600 કરોડના રોકાણથી વિકસાવાયેલી આ OSAT સુવિધા ISM હેઠળ મંજૂર થયેલા પ્રથમ ચાર પ્રોજેક્ટ્સમાં સામેલ છે. પ્લાન્ટ શરૂ થતાં હવે અહીંથી તૈયાર થતી સેમિકન્ડક્ટર ચીપ્સ દેશ તેમજ વિદેશના ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે.

CG સેમિ પ્રા. લિ.એ આ પ્રોજેક્ટમાં જાપાનની રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ અને થાઈલેન્ડની સ્ટાર માઇક્રોઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી છે. આ આંતરરાષ્ટ્રીય સહયોગ ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ સ્થાન અપાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ભારત ઝડપથી વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં થઈ રહેલું રોકાણ અને આધુનિક ઉત્પાદન સુવિધાઓ દેશના ટેક્નોલોજી આધારિત વિકાસને નવી ગતિ આપશે અને આવનારો દાયકો ભારત માટે ટેકનોલોજી ક્રાંતિનો મહત્વપૂર્ણ સમયગાળો સાબિત થશે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત અનેક મહાનુભાવો અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ મોરબીના રફાળેશ્વર GIDCમાં ભીષણ આગ, મગફળીની 1.5 લાખ બોરીઓનો હતો જથ્થો, ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો

સાણંદમાં શરૂ થયેલી આ નવી OSAT સુવિધા માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટથી ઉચ્ચ કૌશલ્ય ધરાવતા રોજગારનું સર્જન, સ્થાનિક ઇકોસિસ્ટમનો વિકાસ અને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રમાં ભારતની સ્પર્ધાત્મકતા વધવાની અપેક્ષા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Sanand Prime Minister Narendra Modi Gandhinagar News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ