બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:26 PM, 4 July 2026
India: ભારતમાં E20 પેટ્રોલ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ભૂટાને ભારતીય તેલ કંપનીઓ પાસેથી ઇથેનોલ-મિશ્રિત બળતણ ખરીદવાનો ઇનકાર કર્યો છે. ભૂટાનનું કહેવું છે કે તેના જુના અંડરગ્રાઉંડ ફ્યૂલ ટાંકી, પર્વતીય ભૂપ્રદેશ અને ખૂબ ભેજવાળી આબોહવા E20 પેટ્રોલ માટે યોગ્ય નથી.
ADVERTISEMENT
ભારતમાં E20 પેટ્રોલ પર ચાલી રહેલી ચર્ચા અને વિરોધ વચ્ચે ભૂટાને ચુપચાપ ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે, જેમાં E20 ઇંધણ પૂરું પાડવાની ઓફર કરવામાં આવી હતી. ભૂટાનના અગ્રણી અખબાર ધ ભૂટાનીઝમાં આ અહેવાલ અંગે જણાવાયું છે. અહેવાલ મુજબ ભૂટાને ભારતને કહ્યું છે કે જ્યાં સુધી ભારતીય બજારમાં સામાન્ય પેટ્રોલ ઉપલબ્ધ હોય ત્યાં સુધી નિયમિત પેટ્રોલનો પુરવઠો ચાલુ રાખવો જોઈએ. ભૂટાને ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ સામે આટલો સખત વાંધો કેમ વ્યક્ત કર્યો છે?
આનું મુખ્ય કારણ ભૂટાનનું જૂનું અને નબળું ઇંધણ સંગ્રહ માળખું છે. દેશની મોટાભાગની ઇંધણ ટાંકી જમીનમાં નીચે બનેલી છે, જેના કારણે તે પાણીના લિકેજની આશંકા બની રહે છે. આનાથી E20 પેટ્રોલ બગડવાનું અને વાહનોને નુકસાન થવાનું જોખમ વધે છે. વધુમાં ભૂટાનનો પર્વતીય અને કઠોર ભૂપ્રદેશ એક મહત્વપૂર્ણ પડકાર ઉભો કરે છે, જેના કારણે વાહનોને સતત વધુ પાવર અને વિશ્વસનીય કામગીરી પૂરી પાડવાની જરૂર પડે છે. અધિકારીઓને ડર છે કે આ પરિસ્થિતિઓમાં E20 પેટ્રોલ ઇચ્છિત કામગીરી નહીં આપે.
ADVERTISEMENT
ભારતમાં પહેલાથી જ E20 પેટ્રોલ જે 20 ટકા ઇથેનોલ અને 80 ટકા પેટ્રોલનું મિશ્રણ છે તેના સંદર્ભમાં વિવાદ ચાલી રહ્યો છે. 2023 પહેલા ઉત્પાદિત પેટ્રોલ વાહનોના માલિકો માઇલેજમાં ઘટાડો, જાળવણી ખર્ચમાં વધારો અને એન્જિન પર વધારાના દબાણની ફરિયાદ કરી રહ્યા છે. જો કે, સરકારનું માનવું છે કે E20 માઇલેજમાં થોડો ઘટાડો કરે છે, પરંતુ બદલામાં તે એન્જિનની કામગીરી અને એક્સીલરેશન સુધારો કરે છે. ભૂટાનની E20 નીતિ સીધી ભૂટાન પર અસર કરે છે, જે તેનું તમામ ઇંધણ ભારતમાંથી આયાત કરે છે.
ભૂટાન ભારતથી એક્સપોર્ટ ગ્રેડ પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે
ADVERTISEMENT
ભૂટાન હાલમાં ભારતથી ઉચ્ચ ગુણવત્તાવાળા એક્સપોર્ટ-ગ્રેડ પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે, જેની કિંમત ભારતીય પેટ્રોલ પંપ પર વેચાતા ઇંધણ કરતાં વધુ છે. જો કે ભૂટાનના વેપાર વિભાગે હવે IOCL, BPCL અને HPCL જેવી ભારતીય કંપનીઓ દ્વારા E20 સપ્લાય કરવાની ઓફરને સ્પષ્ટપણે નકારી કાઢી છે. ભૂટાનના અધિકારીઓના મતે જૂની ભૂગર્ભ ટાંકીઓમાં પાણી લીક થવું સામાન્ય છે, જેના કારણે E20 પેટ્રોલ સુરક્ષિત રીતે સંગ્રહિત કરવું મુશ્કેલ બને છે. વૈજ્ઞાનિક રીતે ઇથેનોલમાં હાઇડ્રોક્સિલ ગ્રુપ હોય છે, જે તેને ખૂબ જ હાઇગ્રોસ્કોપિક બનાવે છે, એટલે કે તે વાતાવરણમાંથી ભેજને સરળતાથી શોષી લે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ PM Modi / મોટા મોટા દેશ મુસીબતમાં આવ્યાં, પણ ભારત નહીં, PM મોદીએ કહ્યું- તેલ સંકટમાં દેખાયો આપણો જલવો
સામાન્ય પ્રેટ્રોલના મુકાબલે E20મા પાણી ભળી જવાનો ખતરો વધુ રહે છે. જો પાણી આવા બળતણમાં ભળી જાય તો તેને સરળતાથી અલગ કરી શકાતું નથી. આ બળતણની ગુણવત્તાને બગાડે છે અને સ્ટીલ ટાંકીઓ અને પાઇપલાઇનોમાં કાટને વેગ આપે છે. આ લાંબા ગાળે વાહન એન્જિન અને તેમના પ્રદર્શનને અસર કરી શકે છે. ભૂટાનની સરકારે જણાવ્યું હતું કે દેશના ઘણા ભૂગર્ભ સંગ્રહ ટાંકીઓની વર્તમાન સ્થિતિને જોતાં, ગુણવત્તા જાળવવાની દ્રષ્ટિએ ઇથેનોલ-મિશ્રિત બળતણની આયાત અને સંગ્રહ કરવો પડકારજનક હોઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.