બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મોરબીના રફાળેશ્વર GIDCમાં ભીષણ આગ, મગફળીની 1.5 લાખ બોરીઓનો હતો જથ્થો, ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો

અફરા તફરી / મોરબીના રફાળેશ્વર GIDCમાં ભીષણ આગ, મગફળીની 1.5 લાખ બોરીઓનો હતો જથ્થો, ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો

Vishal Khamar

Last Updated: 05:52 PM, 4 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીના રફાળેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મોરબીના રફાળેશ્વર GIDC વિસ્તારમાં આવેલા મગફળીના ગોડાઉનમાં આજે ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયર બ્રિગેડ દ્વારા 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો છે.

ગોડાઉનમાં મગફળીનો જથ્થો સંગ્રહિત કરાયો હતો

મળતી માહિતી મુજબ, ગોડાઉનમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. ગોડાઉનમાં અંદાજે 1.5 લાખ મગફળીની બોરીઓ રાખવામાં આવી હતી, જેના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હોવાનું માનવામાં આવે છે.

ગોડાઉનમાં મગફળીનો જથ્થો સંગ્રહિત કરાયો હતો

મળતી માહિતી મુજબ, ગોડાઉનમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. ગોડાઉનમાં અંદાજે 1.5 લાખ મગફળીની બોરીઓ રાખવામાં આવી હતી, જેના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હોવાનું માનવામાં આવે છે.

ચાર ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા

ઘટનાની જાણ થતાં મોરબી ફાયર વિભાગની ચાર ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગની ગંભીરતા જોતા રાજકોટથી બે અને વાંકાનેરથી એક ફાયર બ્રિગેડની ટીમને પણ મદદ માટે રવાના કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ PM મોદીએ ઉદ્ધાટન કર્યું તે સાણંદનો CG સેમિકન્ડક્ટર પ્લાન્ટ શું છે? જાણો તમામ ડિટેલ્સ

ફાયર બ્રિગેડની ટીમો સતત આગ પર કાબૂ મેળવવા કામગીરી કરી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનામાં જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી, જોકે ગોડાઉનમાં રહેલા મગફળીના જથ્થાને ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગના કારણો અને નુકસાન અંગેની વધુ માહિતી ફાયર વિભાગની પ્રાથમિક તપાસ બાદ સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GIDC fire Morbi Morbi news
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ