બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ભારતમાં ગૂંજશે Big Bash League નો રોમાંચ: PM મોદી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કરી શકે છે ઐતિહાસિક જાહેરાત
Last Updated: 09:30 PM, 3 July 2026
ભારતમાં ક્રિકેટ માત્ર એક રમત નથી પરંતુ એક ધર્મ સમાન છે, જ્યાં ક્રિકેટ આગળ અન્ય તમામ રમતો ઝાંખી પડી જાય છે. હવે ભારતીય ક્રિકેટ ફેન્સ માટે એક અદભુત રોમાંચ જોવા મળવાનો છે. ઓસ્ટ્રેલિયાની લોકપ્રિય ડોમેસ્ટિક ટી20 ટૂર્નામેન્ટ બિગ બેશ લીગની મેચો હવે ભારતીય ધરતી પર રમાવા જઈ રહી છે. આ અંગેની સત્તાવાર અને મોટી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. પીએમ મોદી આગામી સપ્તાહે સિડનીના પ્રવાસે રહેવાના છે અને આ મુલાકાત દરમિયાન તેઓ ભારતમાં પ્રથમ બિગ બેશ લીગ મેચ યોજવાની જાહેરાત કરી શકે છે. આ ઐતિહાસિક આયોજન માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વચ્ચે સત્તાવાર ડીલ પૂર્ણ થઈ ચૂકી છે.
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને બીસીસીઆઈ વચ્ચે થયેલા આખરી કરાર બાદ મેલબોર્ન રેનેગેડ્સ અને પર્થ સ્કોર્ચર્સ વચ્ચેની મેચ ચેન્નાઈના પ્રતિષ્ઠિત એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. ઓસ્ટ્રેલિયાની કોઈ સ્થાનિક ડોમેસ્ટિક ક્રિકેટ મેચ ભારતમાં રમાવાની હોય તેવી આ ઇતિહાસની પ્રથમ ઘટના બનશે.
ADVERTISEMENT

અહેવાલોનું માનીએ તો પીએમ મોદી 8 થી 10 જૂલાઈ સુધી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રહેશે અને આ દરમિયાન જ આ સત્તાવાર જાહેરાત થશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ નવતર પ્રયોગ પર છેલ્લા ઘણા મહિનાઓથી વિચારવિમર્શ કરી રહ્યું હતું. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ ફિલ રિગ્બી અને માર્ગોટ હાર્લીએ ભારત આવીને ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની સુવિધાઓ અને પિચનું બારીકાઈથી નિરીક્ષણ પણ કર્યું હતું. ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતાને જોતા બંને બોર્ડ ફેન્સને કંઈક નવું આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
બિગ બેશ લીગની ફાઇનલ (2025-26) માં સિડની સિક્સર્સ અને પર્થ સ્કોર્ચર્સ વચ્ચે ટક્કર થઈ હતી. આ હાઈ-વોલ્ટેજ ફાઇનલ મેચમાં સિડની સિક્સર્સે પ્રથમ બેટિંગ કરતા 132 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પર્થ સ્કોર્ચર્સે માત્ર 17.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 133 રન બનાવી લીધા હતા અને 6 વિકેટે શાનદાર વિજય મેળવી ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ મેચમાં પર્થ તરફથી માર્શે 43 બોલમાં 44 રન અને ફિન એલને 22 બોલમાં 36 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ટીમને ચેમ્પિયન બનાવી હતી. હવે આ જ ચેમ્પિયન ટીમનો રોમાંચ ભારતીય ફેન્સ લાઈવ સ્ટેડિયમમાં માણી શકશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.