બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હળવદમાં બે પરિવાર વચ્ચે મારામારી, 8 લોકો ઇજાગ્રસ્ત
Last Updated: 08:44 PM, 3 July 2026
હળવદ તાલુકાના રાણેકપર ગામમાં એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે થયેલી મારામારીની ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. મંદિર નજીક ફેન્સિંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
એક પરિવાર દ્વારા બીજા પરિવાર પર હુમલો
પ્રાપ્ત માહિતી મુજબ, એક પરિવાર દ્વારા બીજા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 8 લોકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ADVERTISEMENT

ઇજાગ્રસ્તના નામ
ADVERTISEMENT
15થી વધુ લોકોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ
ADVERTISEMENT
આક્ષેપ મુજબ, રાણેકપર બેઠકના તાલુકા પંચાયતના ભાજપ સભ્ય શિલ્પાબેનના પરિવાર સાથે સંકળાયેલા અનિલ સહિત 15થી વધુ લોકોએ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે, આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે અને પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ સેમિકન્ડક્ટર ક્ષેત્રે આધુનિક સંશોધન અને તાલીમ માટે ટૂંક સમયમાં IIT ગાંધીનગરમાં શરૂ થશે ‘સમર્થ’
ADVERTISEMENT
પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે. બંને પક્ષોના નિવેદનો નોંધવાની તેમજ ઘટનાના કારણો અંગે તપાસ ચાલી રહી છે. પોલીસે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાક્રમ અંગે સ્પષ્ટ માહિતી સામે આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.