બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'વર્ષે 20 કરોડ ચિપ નીકળશે' PM મોદીએ સાણંદમાં CG સેમિ. OSAT પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું

ગાંધીનગર / 'વર્ષે 20 કરોડ ચિપ નીકળશે' PM મોદીએ સાણંદમાં CG સેમિ. OSAT પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું

Vishal Khamar

Last Updated: 07:00 PM, 4 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે CG સેમિ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. ચાર મહિનામાં વડાપ્રધાને ત્રીજા પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સાણંદ ખાતે CG સેમિ પ્રા. લિ.ની આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું. ભારત સેમિકન્ડક્ટર મિશન હેઠળ શરૂ થયેલો આ પ્લાન્ટ છેલ્લા ચાર મહિનામાં કાર્યરત થયેલો ત્રીજો સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ છે. રૂ. 7,600 કરોડના રોકાણથી ઉભા કરાયેલા આ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટે ફેબ્રુઆરી 2024માં મંજૂરી આપી હતી અને તે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ મંજૂર થયેલા પ્રથમ ચાર પ્રોજેક્ટ્સમાંનો એક છે.

કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત હવે માત્ર મોબાઇલ અથવા ઇલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન કરતું દેશ નહીં રહે, પરંતુ વિશ્વના ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને ચલાવતી ચિપ્સનું પણ ઉત્પાદન કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સમગ્ર સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેઇન ભારતમાં વિકસાવવાનો દેશનો સંકલ્પ છે.

“સાણંદ દેશનું નવું સેમિકન્ડક્ટર ક્લસ્ટર બનશે”

વડાપ્રધાને જણાવ્યું કે કોઈપણ ઔદ્યોગિક મહાશક્તિની પાછળ મજબૂત ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર હોય છે. અમેરિકાની સિલિકોન વેલીનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે સાણંદ પણ હવે દેશના મહત્વના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે વિકસશે. તેમના અનુસાર, એક ઉદ્યોગ બીજા ઉદ્યોગોને જન્મ આપશે અને આ વિસ્તાર દેશમાં હાઈ-ટેક ઉત્પાદનનું નવું કેન્દ્ર બનશે.

“20 વર્ષ જૂનું સપનું આજે સાકાર થયું”

મોદીએ જણાવ્યું કે લગભગ બે દાયકા પહેલાં ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી હતી અને તેના માટે જમીન પણ નક્કી કરવામાં આવી હતી. જોકે તે સમયે યોજના આગળ વધી શકી નહોતી. તેમણે કહ્યું કે આજે તે લાંબા સમયથી જોવામાં આવેલું સપનું સાકાર થયું છે અને આ ક્ષણ તેમના માટે અત્યંત સંતોષની છે.

દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન

વડાપ્રધાને જણાવ્યું કે CG સેમિનો પ્લાન્ટ જાપાન અને થાઇલેન્ડના ઇન્ડસ્ટ્રી ભાગીદારો સાથે ટેક્નોલોજીકલ સહયોગમાં કાર્ય કરશે. આ પ્લાન્ટમાં કોમર્શિયલ ઉત્પાદન શરૂ થઈ ગયું છે અને શરૂઆતમાં દર વર્ષે અંદાજે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે. આગામી સમયમાં આ ક્ષમતા વધારીને 500 કરોડ ચિપ્સ પ્રતિ વર્ષ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

યુવા એન્જિનિયરોના આત્મવિશ્વાસની પ્રશંસા

પ્રોજેક્ટની મુલાકાત દરમિયાન વડાપ્રધાને પ્લાન્ટ સાથે જોડાયેલા યુવા એન્જિનિયરો અને ટેક્નિકલ ટીમ સાથે સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું કે વિવિધ રાજ્યોમાંથી આવેલા યુવાનોમાં ટેક્નોલોજી પ્રત્યેનો આત્મવિશ્વાસ અને કુશળતા જોઈને તેઓ પ્રભાવિત થયા છે અને આ જ ભારતના ટેક્નોલોજીકલ ભવિષ્યની સૌથી મોટી તાકાત છે.

“મોટું લક્ષ્ય રાખવું જ મારી કાર્યશૈલી”

ભાષણ દરમિયાન મોદીએ કહ્યું કે તેઓ હંમેશા મોટા લક્ષ્યો સાથે કામ કરવાની માન્યતા ધરાવે છે. તેમણે હળવી શૈલીમાં કહ્યું કે, “સ્ટેચ્યૂ બનાવું તો પણ દુનિયાનું સૌથી મોટું બનાવું છું,” અને ઉમેર્યું કે વિકસિત ભારત માટે નાના લક્ષ્યો નહીં પરંતુ વૈશ્વિક સ્તરના ધ્યેયો જરૂરી છે.

આ પણ વાંચોઃ PM મોદીએ સાણંદમાં સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું, યુવા એન્જિનિયરો સાથે વાતચીત કરી

ભારત સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં આગળ

વડાપ્રધાને કહ્યું કે પાંચ વર્ષ પહેલાં ભારતે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વૈશ્વિક હબ બનવાનો સંકલ્પ લીધો હતો અને આજે તે દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ રહી છે. તેમના જણાવ્યા અનુસાર, દેશમાં મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રે થયેલી વૃદ્ધિ હવે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સુધી પહોંચી છે, જે ભારતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વધુ મજબૂત સ્થાન અપાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Narendra Modi Narendra Modi Gujarat Tour Semiconductor Plan
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ