બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / રૂપિયા 128 કરોડની છેતરપિંડી કેસમાં ગુજરાતમાં અનેક સ્થળોએ CBIના દરોડા, ખોટી રીતે બેંક ક્રેડિટ ટ્રાન્સફર કરી

કાર્યવાહી / રૂપિયા 128 કરોડની છેતરપિંડી કેસમાં ગુજરાતમાં અનેક સ્થળોએ CBIના દરોડા, ખોટી રીતે બેંક ક્રેડિટ ટ્રાન્સફર કરી

Vishal Khamar

Last Updated: 06:29 PM, 4 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં અનેક સ્થળોએ સીબીઆઈના દરોડા પડ્યા છે. બેંક છેંતરપિંડીના કેસમાં સીબીઆઈના દરોડા પડ્યા છે. ગુજરાતમાં કંપનીની ઓફિસ તથા સંચાલકોના નિવાસ સ્થાને દરોડા પડ્યા છે.

બેંક છેતરપિંડીના બે અલગ-અલગ કેસોમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ ગુજરાત અને મુંબઈમાં વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે. CBIની વિશેષ ટીમોએ કંપનીઓની ઓફિસો તેમજ સંચાલકોના નિવાસસ્થાનો પર એકસાથે દરોડા પાડી મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

છેતરપિંડીના કેસમાં CBIએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

મળતી માહિતી મુજબ, આશાપુરા ગારમેન્ટ સામે નોંધાયેલા બેંક છેતરપિંડીના કેસમાં CBIએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કંપની પર ખોટી રીતે બેંક ક્રેડિટ ટ્રાન્સફર સહિતની ગેરરીતિઓ દ્વારા નાણાકીય લાભ મેળવ્યાનો આરોપ છે. આ કેસમાં અંદાજે ₹128 કરોડની છેતરપિંડી થઈ હોવાનો પ્રાથમિક અંદાજ છે.

ગુજરાત અને મુંબઈમાં અનેક સ્થળોએ દરોડા

આ ઉપરાંત અન્ય એક બેંક છેતરપિંડીના કેસને પણ તપાસમાં સામેલ કરવામાં આવ્યો છે. બંને કેસોને મળીને ₹231 કરોડથી વધુની નાણાકીય ગેરરીતિ સામે આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. તપાસના ભાગરૂપે ગુજરાત ઉપરાંત મુંબઈમાં પણ અનેક સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.

મહત્વના પુરાવા કબજે કર્યા

CBI અધિકારીઓએ દરોડા દરમિયાન બેંકિંગ વ્યવહારો સંબંધિત દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય મહત્વના પુરાવા કબજે કર્યા હોવાનું જાણવા મળ્યું છે. તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે છેતરપિંડીમાં અન્ય વ્યક્તિઓ અથવા સંસ્થાઓની કોઈ સંડોવણી હતી કે નહીં.

આ પણ વાંચોઃ PM મોદીએ સાણંદમાં સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું, યુવા એન્જિનિયરો સાથે વાતચીત કરી

CBI દ્વારા હાલ કેસની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ ખુલાસા અને જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Gandhinagar news Gandhinagar CBI raid
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ