બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / અમેરિકાને આઝાદ થયે 250 વર્ષ પુર્ણ, PM મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને USના લોકોને પાઠવ્યા અભિનંદન

America / અમેરિકાને આઝાદ થયે 250 વર્ષ પુર્ણ, PM મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને USના લોકોને પાઠવ્યા અભિનંદન

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:01 PM, 4 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના લોકોને દેશના 250મા સ્વતંત્રતા દિવસ પર અભિનંદન આપ્યા છે.

PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના લોકોને દેશના 250મા સ્વતંત્રતા દિવસ પર અભિનંદન આપ્યા છે. તેમણે ભારત-અમેરિકાના સંબંધોને લોકશાહી મૂલ્યો પર આધારિત વૈશ્વિક ભલા માટે એક તાકાત ગણાવ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકન લોકોને દેશના 250મા સ્વતંત્રતા દિવસ પર અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી મોદીએ એક્સ પોસ્ટમાં કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેનો સંબંધ વ્યૂહાત્મક ભાગીદારીથી પણ આગળ છે. તેમણે લોકશાહી, કાયદાના શાસન અને તેમના લોકોની ક્ષમતા પ્રત્યે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો.

પ્રધાનમંત્રી મોદીએ અમેરિકાના લોકોને અભિનંદન આપ્યા

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને અમેરિકા માત્ર રણનીતિક સાજેદારી જ નથી, પરંતુ બંને દેશ લોકતંત્ર, કાયદાના શાસન અને પોતાના લોકોની અમર્યાદિત ક્ષમતા પ્રત્યે પણ પ્રતિબદ્ધતાથી જોડાયેલા છે. દ્વિપક્ષીય સંબંધોના ભવિષ્યમાં વિશ્વાસ વ્યક્ત કરતા પીએમ મોદીએ આશા વ્યક્ત કરી કે આગામી 250 વર્ષ અમેરિકા માટે વધુ સમૃદ્ધિ, શાંતિ અને પ્રગતિ લાવશે અને સાથે ભારત-અમેરિકાની ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

vtv app promotion

આ પણ વાંચોઃ વર્લ્ડ / ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી, તપાસમાં લાગી મેલબર્ન પોલીસ

ટ્રમ્પ કરવાના છે મોટો પોગ્રામ

આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ શનિવારે અમેરિકાની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠની ઉજવણી માટે એક મોટો કાર્યક્રમ યોજવાના છે. આ ઉજવણી ઘણા અઠવાડિયા સુધી ચાલેલા કાર્યક્રમોનું સમાપન છે જેની વિરોધીઓ દ્વારા ટીકા કરવામાં આવી છે, વિરોધીઓનો તર્ક છે કે આ કાર્યક્રમ ઝડપથી પક્ષપાતી બની રહ્યા છે. સમગ્ર યુએસમાં લોકો આ ઐતિહાસિક પ્રસંગને પરંપરાગત ચોથી જુલાઈ ઉજવણી સાથે ઉજવી રહ્યા છે, જેમાં આતશબાજી, પરેડ અને સમુદાય કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ફિલાડેલ્ફિયા છ કલાકના કોન્સર્ટનું આયોજન થઇ રહ્યુ છે, જ્યારે ન્યુ યોર્ક સિટીમાં વિશ્વભરના મોટા જહાજોની પરેડનું આયોજન થઇ રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US PM Modi Donald Trump

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ