બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 39 રુપિયાનો શેર હવે 1600 રુપિયાને પાર, કંપની ગિફ્ટમાં આપશે 5 ફ્રી શેર, આવી ગઈ રેકોર્ડ ડેટ

બિઝનેસ / 39 રુપિયાનો શેર હવે 1600 રુપિયાને પાર, કંપની ગિફ્ટમાં આપશે 5 ફ્રી શેર, આવી ગઈ રેકોર્ડ ડેટ

Nirav Kumar

Last Updated: 08:07 PM, 2 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વી-માર્ક ઇન્ડિયા તેના શેરધારકોને બોનસ શેર આપશે. જેમાં 5:1 ના રેશિયોમાં બોનસ શેર આપશે. આ કંપનીના શેરે છેલ્લા 5 વર્ષમાં શેરધારકોને 4600 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે.

સ્મોલ-કેપ કંપની વી-માર્ક ઇન્ડિયા તેના શેરધારકોને બોનસ શેર આપી રહી છે. આ પહેલી વાર છે જ્યારે કંપનીએ બોનસ શેર આપી રહી છે. વી-માર્ક ઇન્ડિયા તેના રોકાણકારોને 5:1 ના રેશિયોમાં બોનસ શેર આપશે. મતલબ કે દરેક 1 શેર માટે કંપની 5 મફત શેર આપશે. કંપનીના શેરે છેલ્લા 5 વર્ષમાં શેરધારકોને 4600 ટકાથી વધુનું બમ્પર રિટર્ન આપ્યું છે. વી-માર્ક ઇન્ડિયા વાયર, કેબલ, સ્વિચ, સ્વિચગિયર્સ, પીવીસી પાઇપ અને ઇલેક્ટ્રિકલ એસેસરીઝ બનાવે અને માર્કેટિંગ કરે છે.

7 જુલાઈ એ બોનસ શેર માટેની રેકોર્ડ ડેટ છે. વી-માર્ક ઇન્ડિયાએ બોનસ શેર માટે મંગળવાર 7 જુલાઈ 2026 રેકોર્ડ તારીખ નક્કી કરી છે. કંપનીએ બોનસ શેર માટેની રેકોર્ડ તારીખ સુધારી છે. કંપનીએ અગાઉ શુક્રવાર 3 જુલાઈ રેકોર્ડ તારીખ નક્કી કરી હતી.

vtv hiring 2

IPOમાં શેરનો ભાવ 39 રૂપિયા હતો હવે તે 1600 ને પાર કરી ગયો છે. V-માર્ક ઇન્ડિયાના IPOમાં શેરનો ભાવ 39 રૂપિયા હતો. કંપનીનો IPO 25 માર્ચ 2021 ના રોજ ખુલ્યો અને 31 માર્ચ સુધી ખુલ્લો રહ્યો હતો. 2 જુલાઈ 2026 ના રોજ NSE પર V-Marc India ના શેર 1610 રૂપિયાની ટોચે પહોંચ્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં આ કંપનીના શેર 4,675 ટકા વધ્યા છે. કંપનીનો 52 અઠવાડિયાનો ઉચ્ચતમ સ્તર 1708 રૂપિયા છે જ્યારે 52 અઠવાડિયાનું લો લેવલ 359.70 રૂપિયા છે. ગુરુવારે V-Marc India નું માર્કેટ કેપ 3895.10 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

ત્રણ વર્ષમાં શેર 1800 ટકાથી વધુ વધ્યા છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં V-Marc India ના શેરે શેરધારકોને મજબૂત રિટર્ન આપ્યું છે. આ સ્મોલ-કેપ કંપનીના શેર છેલ્લા ત્રણ વર્ષમાં 1800 ટકાથી વધુ વધ્યા છે. છેલ્લા એક વર્ષમાં V-Marc India ના શેર 343 ટકા વધ્યા છે. તો છેલ્લા 6 મહિનામાં આ કંપનીના શેર 135 ટકાથી વધુ વધ્યા છે.

વધુ વાંચો :

વી-માર્ક ઇન્ડિયાનું પ્રદર્શન નાણાકીય વર્ષ 2026 માં મજબૂત રહ્યું છે. જેમાં તેની આવક વધીને 1797 કરોડ રૂપિયા થઈ છે, જે નાણાકીય વર્ષ 25 માં 896 કરોડ રૂપિયા હતી. આવકમાં 100 ટકાથી વધુનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 26 માં ઓપરેટિંગ નફો 201 કરોડ રૂપિયા થયો છે, જે નાણાકીય વર્ષ 25 માં 98 કરોડ રૂપિયા હતો. વી-માર્ક ઇન્ડિયાનો નફો નાણાકીય વર્ષ 2026 માં લગભગ ત્રણ ગણો વધીને 100 કરોડ રૂપિયા થયો છે જે નાણાકીય વર્ષ 2025 માં 36 કરોડ રૂપિયા હતો.

સંકળાયેલા મુદ્દાઓ

bonus shares V-Mark India Small-cap company
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ