બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં વૃદ્ધની કરપીણ હત્યા, લાકડાના ફટકાથી 4 મિનિટ સુધી હુમલો; સમગ્ર ઘટના CCTVમાં કેદ

સુરત / સુરતમાં વૃદ્ધની કરપીણ હત્યા, લાકડાના ફટકાથી 4 મિનિટ સુધી હુમલો; સમગ્ર ઘટના CCTVમાં કેદ

Kalpesh Kandoria

Last Updated: 07:34 PM, 2 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક વૃદ્ધની અત્યંત કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. અજાણ્યા યુવકે વૃદ્ધ પર અંદાજે ચાર મિનિટ સુધી લાકડાના આડેધડ ફટકા વરસાવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં એક વૃદ્ધની અત્યંત કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. વહેલી સવારે જહાંગીરપુરા-ઓલપાડ રોડ પર અજાણ્યા યુવકે વૃદ્ધ પર લાકડાના આડેધડ ફટકા વરસાવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

પ્રાથમિક માહિતી મુજબ, હુમલાખોરે વૃદ્ધ પર અંદાજે ચાર મિનિટ સુધી સતત લાકડાના ફટકા માર્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ બાબુભાઈ સાવંત તરીકે થઈ છે.

પોલીસ તપાસ દરમિયાન મૃતકના કોઈ વાલીવારસ અથવા પરિચિતનો સંપર્ક ન થતાં જહાંગીરપુરા પોલીસ પોતે ફરિયાદી બની અજાણ્યા યુવક સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો- ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, ચંડોળા તળાવ ખાતે પૂછપરછ માટે ગઈ હતી ટીમ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે CCTV ફૂટેજ કબજે કરી તેની મદદથી આરોપીની ઓળખ અને ધરપકડ માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે વિવિધ ટીમો બનાવી સંદિગ્ધ યુવકની શોધખોળ તેજ કરી છે.

હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Police Surat Crime News Jahangirpura
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ