બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુરતના સમાચાર / ગુજરાત મેડિકલ કાઉન્સિલની મોટી કાર્યવાહી, 3 સ્કિન સ્પેશિયાલિસ્ટ સસ્પેન્ડ, જાણો કારણ
Last Updated: 01:27 PM, 1 July 2026
ગુજરાત મેડિકલ કાઉન્સિલ (GMC)એ મેડિકલ એથિક્સના નિયમોના ભંગ બદલ રાજ્યના ત્રણ જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો સામે કડક કાર્યવાહી કરતાં તેમને 13 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે. આ કાર્યવાહી હેઠળ સુરતના બે અને અમદાવાદના એક ડૉક્ટરનું મેડિકલ રજિસ્ટ્રેશન નિર્ધારિત સમયગાળા માટે રદ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સસ્પેન્ડ કરાયેલા ડૉક્ટરોમાં સુરતના ડૉ. જગદીશકુમાર સખિયા, ડૉ. અમી શાહ અને અમદાવાદના ડૉ. ગીતા પટેલનો સમાવેશ થાય છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલે ત્રણેય સામે શિસ્તભંગના આરોપોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
મળતી માહિતી મુજબ, ત્રણેય ડૉક્ટરો વર્ષ 2014 અને 2024 દરમિયાન પેરિસમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય મેડિકલ પરિષદમાં હાજરી આપવા ગયા હતા. આ પ્રવાસ દરમિયાન તેમની મુસાફરી, રહેવા અને ભોજન સહિતનો તમામ ખર્ચ એબ્બી હેલ્થકેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની બાયોટેક કંપનીએ ઉઠાવ્યો હતો.
ADVERTISEMENT
ગુજરાત મેડિકલ કાઉન્સિલના નિયમો અનુસાર કોઈ ફાર્માસ્યુટિકલ અથવા બાયોટેક કંપની દ્વારા ડૉક્ટરોના વિદેશ પ્રવાસ અથવા અન્ય પ્રકારના આર્થિક લાભ સ્વીકારવા પર પ્રતિબંધ છે. કાઉન્સિલે આને વ્યાવસાયિક આચારસંહિતાનો ભંગ ગણાવી કાર્યવાહી કરી છે.
સસ્પેન્શનના 13 મહિનાના સમયગાળા દરમિયાન ત્રણેય ડૉક્ટરો ડૉક્ટર તરીકે કોઈપણ પ્રકારની પ્રેક્ટિસ કરી શકશે નહીં તેમજ મેડિકલ વ્યવસાય સંબંધિત અધિકારોનો દાવો પણ કરી શકશે નહીં. જોકે, કાર્યવાહીનો સમયગાળો પૂર્ણ થયા બાદ તેઓ નિયમો મુજબ ફરીથી રજિસ્ટ્રેશન કરાવી મેડિકલ પ્રેક્ટિસ શરૂ કરી શકશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.