બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / સુરતથી લઈ વાપી-વલસાડ સુધી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, જુઓ Video

Video / સુરતથી લઈ વાપી-વલસાડ સુધી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, જુઓ Video

Priykant Shrimali

Last Updated: 03:00 PM, 1 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain Video : વલસાડમાં ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તો વાપીમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ

Gujarat Rain Video : રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદે જોર પકડતાં જનજીવન પર અસર જોવા મળી રહી છે. વલસાડમાં ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. બીજી તરફ વાપીમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી અને માત્ર બે કલાકમાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

સુરતમાં પણ વરસાદી માહોલ વચ્ચે અનેક ઘટનાઓ સામે આવી હતી. સાફ-સફાઈ માટે ગયેલી ક્રેન પ્રિ-મોન્સૂન કામગીરી દરમિયાન પાણીનું સ્તર અચાનક વધી જતાં ફસાઈ ગઈ હતી. લિંબાયત વિસ્તારમાં વરસાદ બાદ રોડ બેસી જતાં સ્કૂલવાન રસ્તામાં ફસાઈ હતી, જોકે તેમાં સવાર બાળકો સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. આ સિવાય પહેલા જ વરસાદમાં રોડ બેસી જતાં એસટી બસનું પૈડું પણ ફસાયું હતું, જોકે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

વલસાડમાં ધોધમાર વરસાદથી ઠેર-ઠેર ભરાયા પાણી, શહેરના છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં ભરાયું પાણી

સુરતમાં વરસાદી માહોલમાં સાફ-સફાઇ કરવા ગયેલી ક્રેન ફસાઇ, ઓચિંતું, પ્રિ-મોન્સૂન કામગીરી કરતી વખતે પાણીનું સ્તર વધતાં ક્રેન ફસાઈ હતી

સુરતના લિંબાયત વિસ્તારમાં બેસી ગયેલા રોડમાં ફસાઇ સ્કૂલવાન, વાનમાં બાળકો સવાર હતા, કોઈ જાનહાની થઈ નથી.

સુરતમાં પહેલા જ વરસાદે રોડ બેસી જતાં એસટી બસનું પૈડું ફસાયું હતું, કોઈ જાનહાની થઈ નથી.

આ પણ વાંચો : અંબાલાલ પટેલની આગાહી, નવી સિસ્ટમ સર્જાશે, ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

વલસાડના વાપીમાં જાણે આભ ફાટ્યું, માત્ર 2 કલાકમાં જ 4 ઇંચથી વધારે વરસાદ નોંધાયો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Valsad Rain Gujarat Rain Surat Rain
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ