બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટના શાપરમાં ગે સંબંધમાં યુવકની હત્યા, ગાંધર્વ વિવાહ પછી પહેલી રાતે ફૂટ્યો ભાંડો

ક્રાઈમ / રાજકોટના શાપરમાં ગે સંબંધમાં યુવકની હત્યા, ગાંધર્વ વિવાહ પછી પહેલી રાતે ફૂટ્યો ભાંડો

Vishal Khamar

Last Updated: 04:26 PM, 1 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમની શોધ કરનારાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાજકોટની શાપર વેરાવળ પોલીસે પિયુષ કશ્યપની ધરપકડ કરી છે.

સોશિયલ મીડિયા દ્વારા થયેલી ઓળખાણ અને ત્યારબાદના સંબંધો એક હત્યાના ગંભીર બનાવમાં પરિણમ્યા હોવાનું સામે આવ્યું છે. શાપર-વેરાવળ પોલીસે હત્યાના કેસનો ભેદ ઉકેલી આરોપી પિયુષની સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરી છે.

સોશિયલ મીડિયા મારફતે સંપર્ક થયો

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આરોપી પિયુષનો સોશિયલ મીડિયા મારફતે એક વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો, જે સોશિયલ મીડિયા પર પોતાને 'નિશાકુમારી' અને 'પૂજા' નામથી યુવતી તરીકે રજૂ કરતો હતો. બંને વચ્ચે મિત્રતા બાદ પ્રેમ સંબંધ બંધાયો અને બાદમાં લગ્ન પણ થયા.

સમગ્ર હકીકત સામે આવતા વિવાદ સર્જાયો

તપાસમાં જાણવા મળ્યું છે કે લગ્ન બાદ પિયુષને ખબર પડી કે જેના સાથે તેણે લગ્ન કર્યા હતા તે ચંદનકુમાર નામનો યુવક હતો. આ હકીકત સામે આવતા બંને વચ્ચે વિવાદ સર્જાયો અને પિયુષે સંબંધો સમાપ્ત કરી દીધા.

સંબંધ રાખવા સતત દબાણ કરતો

પોલીસના જણાવ્યા અનુસાર, સંબંધ તૂટી ગયા બાદ પણ ચંદનકુમાર પિયુષ પર સંબંધ જાળવી રાખવા માટે સતત દબાણ કરતો હતો. આ બાબતે બંને વચ્ચે અનેક વખત તકરાર થઈ હતી. અંતે વારંવારના વિવાદ અને ત્રાસથી કંટાળી પિયુષે ચંદનકુમારની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

(વિજયસિંહ ગુર્જર - જિલ્લા પોલીસ વડા રાજકોટ)

પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી

શાપર-વેરાવળ પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ વધારી હતી. ટેક્નિકલ અને અન્ય પુરાવાઓના આધારે આરોપી પિયુષને ઝડપી પાડવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ વડોદરાના ડેસરમાં પિતાએ સગી દીકરી પર દુષ્કર્મ આચર્યું, મોંઢામાં ડૂચો મારીને કર્યું કૂકર્મ

આ બાબતે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, પોલીસ હાલ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે ઘટનાના તમામ પાસાઓની તપાસ બાદ જ અંતિમ વિગતો સ્પષ્ટ થશે. આ ઘટના સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે સંબંધ બાંધતી વખતે સતર્ક રહેવાની જરૂરિયાત પર ફરી એકવાર પ્રકાશ પાડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Rajkot Police Rajkot News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ