બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સારા સમાચાર પ્રતિક્ષામાં! પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યો સંકેત

નેશનલ / સારા સમાચાર પ્રતિક્ષામાં! પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યો સંકેત

Pravin Joshi

Last Updated: 07:12 PM, 2 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના વાહનચાલકો માટે ટૂંક સમયમાં રાહતના સમાચાર આવી શકે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંકેત આપ્યા છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો આગામી થોડા અઠવાડિયા સુધી નીચલા સ્તરે રહેશે, તો સરકારી ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવા પર વિચાર કરશે.

જો આગામી દિવસોમાં બધું બરાબર રહ્યું તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અંગે ખૂબ જ સકારાત્મક સંકેતો આપ્યા છે. મંત્રી પુરીએ જણાવ્યું છે કે, જો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો આગામી થોડા અઠવાડિયા સુધી નીચલા સ્તરે જળવાઈ રહેશે, તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા અંગે વિચારણા કરવી એકદમ યોગ્ય રહેશે. તેમણે સ્પષ્ટ કર્યું કે વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવ ચોક્કસપણે ઘટ્યા છે, પરંતુ ઓઇલ કંપનીઓ હાલમાં પશ્ચિમ એશિયા સંકટ દરમિયાન ઊંચા ભાવે ખરીદેલા કાચા તેલનું જ પ્રોસેસિંગ કરી રહી છે.

petrol-pump-simplw-2

કેન્દ્રીય મંત્રીએ વધુમાં એક મહત્વનો આંકડો આપતા જણાવ્યું કે, 30 June સુધીની અવધિમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીને તેની પડતર કિંમત કરતાં ઓછા ભાવે વેચવાના કારણે સરકારી પેટ્રોલિયમ કંપનીઓને અંદાજે 74,781 કરોડ રૂપિયાનું મોટું નુકસાન વેઠવું પડ્યું છે.

hardeep.jpg

એપ્રિલ-મે માં ખરીદેલા મોંઘા ઇંધણનું થઈ રહ્યું છે પ્રોસેસિંગ

વાસ્તવમાં, ઓઇલ રિફાઇનિંગ કંપનીઓ ઇંધણના ઉત્પાદન માટે કાચું તેલ સામાન્ય રીતે ઓછામાં ઓછા બે મહિના અગાઉથી ખરીદતી હોય છે. આ ગણિત મુજબ, હાલમાં રિફાઇનરીઓમાં જે કાચા તેલનું પ્રોસેસિંગ થઈ રહ્યું છે, તે મુખ્યત્વે એપ્રિલ અથવા મેની શરૂઆતમાં ખરીદવામાં આવ્યું હતું. તે સમયે પશ્ચિમ એશિયાના તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો ખૂબ જ ઊંચી સપાટી પર હતી. જો કે, હવે રાહતના સમાચાર એ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ સમાપ્ત કરવા અંગે સહમતિ બન્યા બાદ, જૂનના બીજા પખવાડિયાથી કાચા તેલની કિંમતોમાં સતત ઘટાડો નોંધાવા લાગ્યો છે.

ખાનગી કંપનીએ ભાવ ઘટાડ્યા

પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થતાં વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતો નરમ પડી છે અને તેના કારણે ભારતમાં પણ ઇંધણના ભાવ ઘટાડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આ કડીમાં ગત 1 જૂલાઈના રોજ એવિએશન ફ્યુઅલ અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ સિવાય, ખાનગી ક્ષેત્રની ઇંધણ રિટેલ કંપની 'નાયરા એનર્જી'એ પણ પોતાના પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડી દીધા છે. છેલ્લા બે વર્ષથી વધુ સમયગાળામાં નાયરા એનર્જી દ્વારા કરવામાં આવેલો આ પ્રથમ ઘટાડો છે.

આ પણ વાંચોઃ નેશનલ / પીએમ મોદીએ જાપાનના પીએમને ગણાવ્યા "નાની બહેન", ફાર્મા-સંરક્ષણ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરાર

હવે સરકારી ઓઇલ કંપનીઓ પર છે નજર

ખાનગી કંપનીના પગલા બાદ હવે સામાન્ય જનતા અને બજારની નજર દેશની સરકારી ઓઇલ કંપનીઓ પર ટકેલી છે. ઇન્ડિયન ઓઇલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) જેવી જાહેર ક્ષેત્રની જાયન્ટ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ ક્યારે ઘટાડે છે તે જોવું રસપ્રદ રહેશે. નોંધનીય છે કે, દેશના 90 ટકાથી વધુ ઇંધણ બજાર પર આ ત્રણ સરકારી ઓઇલ કંપનીઓનું જ સંપૂર્ણ નિયંત્રણ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

FuelPriceCut HardeepSinghPuri PetrolDieselPrice
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ