બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 'રસ્તા પર વહી નદી' રાજકોટના ઉપલેટામાં જળબંબાકાર,ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણી-પાણી

વરસાદ / 'રસ્તા પર વહી નદી' રાજકોટના ઉપલેટામાં જળબંબાકાર,ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણી-પાણી

Kalpesh Kandoria

Last Updated: 06:11 PM, 2 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં માત્ર એક કલાકમાં અંદાજે દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. રસ્તાઓ પર પાણી ફરી વળતાં અનેક સ્થળોએ નદી જેવા દૃશ્યો સર્જાયા હતા.

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ભારે વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સતત ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

માત્ર એક કલાકમાં અંદાજે દોઢ ઇંચ વરસાદ નોંધાતા શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખાસ કરીને ઝકરિયા ચોક, અશ્વિન ચોક, બસ સ્ટેન્ડ ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.

ભારે વરસાદને કારણે કેટલાક સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો અને લોકોને સાવચેતીપૂર્વક અવરજવર કરવી પડી હતી. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

બીજી તરફ, ચોમાસાના સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ખેતી માટે લાભદાયી વરસાદ વરસતા ખેડૂતોમાં સારી ઉપજની આશા જાગી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડ જિલ્લામાં સરેરાશ 7 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો- ગુજરાતમાં મેઘતાંડવની આગાહી: 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ, અનેક જિલ્લામાં Red Alert

જૂનાગઢના માંગરોળમાં સવારના 6 થી બપોરના 2 વાગ્યા સુધીના માત્ર 8 કલાકના ગાળામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા 7.28 ઇંચ વરસાદ ઝીંકી દીધો હતો.

આ ઉપરાંત, ગીર સોમનાથના સુત્રાપાડામાં માત્ર 2 કલાકમાં અઢી ઇંચ (કુલ 4.84 ઇંચ) અને કોડીનારમાં 1.50 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માળિયા હાટિના અને કેશોદમાં 4.37 ઇંચ, વંથલીમાં સવારના બે કલાકમાં 1.73 ઇંચ, જ્યારે જૂનાગઢ તાલુકા અને સિટીમાં 0.83 ઇંચ વરસાદ પડ્યો છે.

જામનગરના જોડિયામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ રાતથી શરૂ થયેલા ધીમી ધારે વરસાદના કારણે ઠંડક પ્રસરી ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Rajkot Rain rain in upleta
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ