બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / ગાંધીનગરના સમાચાર / ગુજરાતમાં મેઘતાંડવની આગાહી: 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ, અનેક જિલ્લામાં Red Alert
7 ફોટો ગેલેરી
Last Updated: 04:20 PM, 2 July 2026
1/7
રાજ્યમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
2/7
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે 2 જુલાઈથી 8 જુલાઈ સુધીના સમયગાળામાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ત્યારબાદ પાંચમા દિવસથી સાતમા દિવસ દરમિયાન પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.
3/7
4/7
મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ અને છોટાઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ અને અમરેલી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે જામનગર, દેવભૂમિ દ્વારકા અને બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે.
5/7
6/7
7/7
દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી હવામાન વિભાગે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના આપી છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ