બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:54 AM, 1 July 2026
Rajasthan Bus Accident : રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે પર મોડી રાત્રે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વાસ્તવમાં ઋષિકેશથી ઇન્દોર જતી એક સ્લીપર બસ આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાતા બંને વાહનોમાં આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયાના અહેવાલ સામે આવ્યા છે, જ્યારે અનેક મુસાફરો ઘાયલ થયા છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત મોડી રાત્રે લગભગ અઢી વાગ્યાની આસપાસ થયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે અકસ્માત બાદ થોડી જ મિનિટોમાં બસ આગની લપેટમાં આવી ગઈ. આગ ઝડપથી ફેલાતા કેટલાક મુસાફરો બહાર નીકળવામાં સફળ રહ્યા, જ્યારે કેટલાક મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા. અહેવાલો અનુસાર આગ અને ગંભીર ઇજાઓના કારણે મુસાફરોના મોત થયા છે. ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા લોકોને તબીબી દેખરેખ આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT
#Rajasthan: Fire broke out in a bus in #Dausa. So far, 7 passengers have died, more than 20 are injured. The bus was traveling from #Rishikesh to #Indore. A total of 39 passengers were on board. It suddenly collided with a truck ahead and caught fire. pic.twitter.com/XlEihZdu8m
— Siraj Noorani (@sirajnoorani) July 1, 2026
અકસ્માત પાછળનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક આશંકા મુજબ બસની ગતિ વધુ હોવા ઉપરાંત ડ્રાઈવરને ઊંઘ અથવા ઝપકી આવી હોવાની શક્યતા પણ તપાસ હેઠળ છે. ઘટનાસ્થળ નજીકના સીસીટીવી અને એક્સપ્રેસવે કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. પ્રવાસીઓના જણાવ્યા પ્રમાણે અકસ્માત બાદ તરત જ મદદ ન મળતા બચાવ કામગીરીમાં મુશ્કેલી ઉભી થઈ હતી.
ADVERTISEMENT
સ્થાનિક લોકો અને આસપાસના રહેવાસીઓએ ઘાયલોને બહાર કાઢવામાં મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક લોકોએ બચાવ કામગીરીમાં વિલંબ અંગે પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા સામે આવી છે કે બસના સ્ટોરેજ વિભાગમાં જ્વલનશીલ સામગ્રી અથવા સિગારેટના બોક્સ હોવાને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હોઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.