બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / ગુજરાતમાં મેઘમહેર: છેલ્લા 24 કલાકમાં 76 તાલુકામાં વરસાદ, નવસારી સૌથી વધુ ભીંજાયું
6 ફોટો ગેલેરી
Last Updated: 09:49 AM, 1 July 2026
1/6
ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ ફરી તેજ બનતી જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 76 તાલુકામાં વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં પણ રાહતનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ નોંધાયું છે.
2/6
રાજ્યમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં નોંધાયો છે, જ્યાં સારા વરસાદના કારણે સ્થાનિક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ કેટલાક સ્થળોએ જોવા મળી હતી. ત્યારબાદ જલાલપોર અને કામરેજ જેવા વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાતા જનજીવન પર વરસાદની અસર જોવા મળી. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ વરસાદી ગતિવિધિ જોવા મળી છે. સુવરકુંડલામાં સારો વરસાદ નોંધાતા કૃષિ પ્રવૃત્તિઓને ગતિ મળી શકે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. વલસાડ અને સુરત શહેરમાં પણ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો હતો.
3/6
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદી માહોલ ફરી સક્રિય બન્યો છે અને રાજ્યના કુલ 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નવસારીમાં 4.53 ઇંચ નોંધાયો હતો, જ્યારે જલાલપોરમાં 3.50 ઇંચ અને કામરેજમાં 3.46 ઇંચ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના સુવરકુંડલામાં 3.11 ઇંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના વલસાડમાં 3.03 ઇંચ અને સુરત શહેરમાં 2.80 ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ઉપરાંત ધરમપુરમાં 2.76 ઇંચ, પારડીમાં 2.40 ઇંચ તેમજ અંકલેશ્વર અને ઓલપાડમાં 2.32 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં ચોમાસાની અસર વધુ જોવા મળી હતી.
4/6
ધરમપુર, પારડી, અંકલેશ્વર અને ઓલપાડ સહિતના વિસ્તારોમાં સતત વરસાદી ઝાપટાં પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી એકત્ર થવાના દ્રશ્યો સામે આવ્યા હતા. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ખેતી અને વાવણી માટે આ વરસાદ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
5/6
હવામાન વિભાગના અનુમાન મુજબ આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર અને ડાંગ જેવા વિસ્તારોમાં વરસાદ વધુ અસરકારક રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, બોટાદ સહિતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.
6/6
આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના છે. 2 જુલાઈથી 6 જુલાઈ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી, ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ તરફ વધુ સાવચેતી રાખવાની જરૂર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ