બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / UPSC ઉમેદવારોને ગુજરાત સરકારની મોટી ભેટ, મળશે ₹2.05 લાખ સુધીની પ્રોત્સાહન સહાય

ગાંધીનગર / UPSC ઉમેદવારોને ગુજરાત સરકારની મોટી ભેટ, મળશે ₹2.05 લાખ સુધીની પ્રોત્સાહન સહાય

Priykant Shrimali

Last Updated: 11:05 AM, 1 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat UPSC Incentive Scheme : UPSCની તૈયારી કરતા ગુજરાતના યુવાઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, પ્રોત્સાહન સહાયમાં નોંધપાત્ર વધારો

Gujarat UPSC Incentive Scheme : UPSCની તૈયારી કરતા ગુજરાતના યુવાઓ માટે ગાંધીનગરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુજરાતમાં UPSC જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. હવે સ્પીપા (SPIPA) અને તેના તાલીમ કેન્દ્રોમાં અભ્યાસ કરતા ઉમેદવારોને અગાઉની સરખામણીએ વધુ પ્રોત્સાહન સહાય આપવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ રાજ્યના વધુ યુવાનોને સિવિલ સર્વિસ પરીક્ષાઓ માટે તૈયાર કરવા અને આર્થિક રીતે વધુ મજબૂત સહયોગ પૂરો પાડવાનો છે.

નવી વ્યવસ્થા મુજબ, UPSC પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને દર મહિને ₹4,000 સુધીની સહાય આપવામાં આવશે, જેથી તેઓ અભ્યાસ દરમિયાન આવનારા ખર્ચને સરળતાથી સંભાળી શકે. આ ઉપરાંત પરીક્ષાના દરેક મહત્વપૂર્ણ તબક્કે અલગ-અલગ પ્રોત્સાહન રકમ નક્કી કરવામાં આવી છે. પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર યુવકોને ₹35,000 અને યુવતીઓને ₹50,000ની સહાય આપવામાં આવશે. ત્યારબાદ મુખ્ય પરીક્ષા (મેઇન)માં સફળતા મેળવનાર યુવકોને ₹45,000 અને યુવતીઓને ₹55,000નું પ્રોત્સાહન મળશે.

આ પણ વાંચો : ગુજરાતમાં મેઘમહેરની મોટી આગાહી! 2થી 6 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની શક્યતા

આ સાથે અંતિમ પસંદગી બાદ પણ રાજ્ય સરકાર તરફથી ખાસ સહાય આપવામાં આવશે. UPSCમાં અંતિમ રીતે પસંદ થયેલા યુવકોને ₹75,000 અને યુવતીઓને ₹1 લાખ સુધીની સહાય મળશે. આ સુધારેલા દરો મુજબ કુલ પ્રોત્સાહન સહાય યુવકો માટે ₹1.55 લાખ સુધી અને યુવતીઓ માટે ₹2.05 લાખ સુધી પહોંચી શકે છે. રાજ્ય સરકારનું માનવું છે કે, આ નિર્ણયથી વધુ વિદ્યાર્થીઓ UPSC જેવી કઠિન પરીક્ષાઓમાં આગળ વધવા માટે પ્રેરિત થશે અને ગુજરાતમાંથી સિવિલ સર્વિસમાં પ્રતિનિધિત્વ વધશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Student Scholarship Gujarat Government, SPIPA UPSC Incentive Scheme
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ